Connect Gujarat
ગુજરાત

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ માટે મોટા ખુશખબર,જાણો વનમંત્રીએ શું કહ્યું..?

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થયાં બાદ સરકારી ભરતીની સીઝન આવી છે. ત્યારે સરકારી પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાઓ માટે ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ માટે મોટા ખુશખબર,જાણો વનમંત્રીએ શું કહ્યું..?
X

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થયાં બાદ સરકારી ભરતીની સીઝન આવી છે. ત્યારે સરકારી પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાઓ માટે ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે રાજ્ય સરકારના વન મંત્રી કિરીટસિંહ રાણા પત્રકાર પરિષદને આજે સંબોધન કરતા કહ્યું હતું કે, નવી ભરતીને લઈને ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે જ વનમંત્રીએ જણાવ્યું હતું કે, વધુ લાંબો સમય નહીં લેવામાં આવે. ટૂંક સમયમાં જ વન રક્ષકની 334 જગ્યાઓ માટેની સીધી ભરતી પ્રક્રિયાની કામગીરી હાથ ધરવામાં આવશે.

વનરક્ષક વર્ગ-૩ની કુલ-૩૩૪ સીધી ભરતીની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા અનિવાર્ય કારણોસર મોકુફ રાખવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા યુવાનોના હિતમાં નિર્ણય લઇને આ મોકુફ રહેલ ભરતી પ્રક્રિયા આગામી ટૂંક સમયમાં હાથ ધરવા નિર્ણય કર્યો છે. આગામી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતી પ્રક્રિયામાં અગાઉની વર્ષ ૨૦૧૮ની ભરતી પ્રક્રિયા દરમિયાન જે અરજદારોની અરજીઓ માન્ય જાહેર કરવામાં આવી હતી તે તમામ અરજદારોની વર્તમાન વયને ધ્યાનમાં લીધા વિના માન્ય ગણવામાં આવશે.

અગાઉની વર્ષ ૨૦૧૮ની ભરતી પ્રક્રિયામાં જે અરજદારોએ ''સામાન્ય કેટેગરી"ના ઉમેદવાર તરીકે અરજી કરેલ હોય તેઓ જો "આર્થિક નબળાં વર્ગ" કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તો તેઓને " ઓનલાઇન જોબ એપ્લીકેશન સિસ્ટમ" ( OJAS ) ઉપર આ વિગતો ભરવા માટે ૧૦ (દશ) દિવસનો સમય આપવામાં આવનાર છે. તો સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો આર્થિક નબળા વર્ગ કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તેઓએ તા.૦૧-૦૨-૨૦૨ર ની તારીખે માન્ય હોય તેવા સક્ષમ અધિકારીના " આર્થિક નબળા વર્ગ પ્રમાણપત્ર ની વિગત ઓનલાઇન જોબ એપ્લીકેશન સિસ્ટમ" ( OJAS ) ઉપર અપલોડ કરવાની રહેશે.કિરીટ સિંહ રાણાએ વધુમાં ઉમેર્યું કે, આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતી પ્રક્રિયાને લગતી કોઇપણ અધ્યતન માહિતી કે અન્ય વિગતો માટે તેઓએ નિયમિતપણે OJAS પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.

Next Story