Connect Gujarat
ગુજરાત

ગુજરાત બન્યું ડ્રગ્સની હેરાફેરીનું એપી સેન્ટર,આટલા કરોડનું ડ્રગ્સ ઝડપાયું

કચ્છની IMBL સરહદ નજીક કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધદરિયેથી 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ઝડપી પાડ્યા છે.

ગુજરાત બન્યું ડ્રગ્સની હેરાફેરીનું એપી સેન્ટર,આટલા કરોડનું ડ્રગ્સ ઝડપાયું
X

કચ્છની IMBL સરહદ નજીક કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધદરિયેથી 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ઝડપી પાડ્યા છે. અને તેઓની પાસેથી ડ્રગ્સના 55 પેકેટ જપ્ત કર્યા છે.જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 300 કરોડ થાય છે.મહત્વનું છે કે, પાકિસ્તાન 9 ડ્રગ્સ માફિયાઓ જખૌ ખાતે લાવવામાં આવશે.

કચ્છની IMBL સરહદ નજીક કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધદરિયેથી 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ઝડપી પાડ્યા છે. અને તેઓની પાસેથી ડ્રગ્સના 55 પેકેટ જપ્ત કર્યા છે.જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 300 કરોડ થાય છે.મહત્વનું છે કે, પાકિસ્તાન 9 ડ્રગ્સ માફિયાઓ જખૌ ખાતે લાવવામાં આવશે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે એક બાતમીના આધારે જેખો નજીક એક પાકિસ્તાની બોટને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આ ડ્રગ્સ સ્મગલર ભાગવાની કોશિશ કરતા કોસ્ટગાર્ડ દ્વારા બોટ પર ફાયરિંગ કરી તેને ઝડપી લેવામાં આવી હતી અને જ્યારે તલાશી લેવામાં આવી તો આખો પહોળી થઇ ગઈ અંદાજે 300 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું આ ડ્ર્ગ્સ કોણે મોકલ્યું અને કોને સપ્લાય કરવામાં આવવાનું હતું તે બાબતનો ખુલાસો ગુજરાત એટીએસની આજની બપોરની પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવશે.

Next Story