Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, NDRFની ટીમ સ્ટેન્ડબાય

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, NDRFની ટીમ સ્ટેન્ડબાય
X

રાજ્યમાં વરસાદી ઘટના કારણે એક તરફ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તો બીજી તરફ રાજ્યના કેટલાય શહેરોમાં પીવાના પાણીના ફાંફા પડે તેવી શક્યતા છે પણ વરસાદના લાંબા વિરામ બાદ હવે વરસાદની વકી દેખાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જે માટે હવામાન વિભાગે NDRFના અધિકારીઓ સાથે બેઠક કરી છે અને NDRFની ટીમો પણ સાવચેતીના ભાગ રૂપે રવાના કરી દેવામાં આવી છે.

રાજ્યમાં ગઈકાલથી જ વરસાદી વાતાવરણ જામી રહ્યું છે. જો ગત મોડી રાતની વાત કરવામાં આવે તો ભારે ઉકાળા અને અસહ્ય ગરમી બાદ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે.

વડોદરા તથા અમદાવાદ સહિત રાજ્યના વિવિધ પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. તો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે 4 દિવસ વરસાદની આગાહી કરી છે જે પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેસરની સિસ્ટમને વધારે સક્રિય જોતા જ રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે.

રાજ્યમાં વરસાદી વાતાવરણનો તાગ મેળવી હવામાન વિભાગે સાવચેતીના ભાગ રૂપે NDRFની ટીમો મોકલવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે જેથી સ્ટેન્ડ બાય તરીકે હવામાન વિભાગે NDRFના અધિકારીઓ સાથે બેઠક યોજી એક ટીમ રાજકોટ અને બીજી ટીમ ભુજ જવા રવાના કરવામાં આવી છે. હવામાન વિભાગના આ એક્શનથી રાજ્યમાં સારો વરસાદ પડશે તેવી પૂરે પૂરી સંભાવના દેખાઈ રહી છે.

Next Story