ગુજરાત પર "ગુલાબનો" ખતરો,વાવાઝોડાના કારણે વરસી શકે છે ભારે વરસાદ

ગુલાબ વાવાઝોડાને કારણે ઓડિશા તેમજ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઘણું નુકશાન થયું ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે. કે ગુલાબ વાવાઝોડું ટૂંક સમયમાં ફરી સક્રિય થશે અને ઘણા રાજ્યોમાં ગુલાબ વાવાઝોડાને કારણે ફરી ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે મોટા પ્રમાણમાં નુકશાનની સંભવના સેવાઈ રહી છે. ગુરુવારે પૂર્વોત્તર અને અરબ સાગરના ગુજરાત તટ પર ગુલાબ વાવાઝોડું ફરી સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ પ્રક્રિયા શુક્રવારે વધી જશે. જેના કારણે ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.
ખાસ કરીને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ગુલાબ વાવાઝોડાને કારણે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવનારા ત્રણથી સાત દિવસોમાં પશ્ચિમી દરિયા કિનારે પવન વધારે જોરથી ફુંકાશે તેવી સંભવના છે. હાલ દક્ષિણમાં ચોમાસું સક્રિય છે. સાથેજ આવનારા ચારથી પાંચ દિવસ સુધી અહિયા વરસાદ સક્રિય રહેશે.