ગુજરાત રેન્જ IG અને DIG કક્ષાના અધિકારીઓની થઈ શકે છે બદલી..!

સિનિયર IPS અધિકારીઓની બદલી માટે પણ કેન્દ્રિય નેતૃત્વએ લીલી ઝંડી આપી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

New Update

ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા IPS અધિકારીઓની બદલી કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આગામી જૂન મહિનામાં સિનિયર IPS અધિકારીઓની બદલી થવા અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાના રાજ્ય પોલીસ વડા તરીકેના 8 મહિનાના એક્સટેન્શનને અપૃવલ મળ્યા બાદ હવે સિનિયર IPS અધિકારીઓની બદલી પણ નિશ્વિત થઈ ચૂકી છે,

Advertisment

આગામી જૂન માસના પ્રથમ 2 અઠવાડિયામાં રેન્જ IG અને DIG કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ થવા જઈ રહ્યા છે. આ ઉપરાંત સિનિયર IPS અધિકારીઓની બદલી માટે પણ કેન્દ્રિય નેતૃત્વએ લીલી ઝંડી આપી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. જોકે, એપ્રિલ મહિનામાં એસપી સહિત DCP કક્ષાના અધિકારીઓની બદલીઓ થઈ ચૂકી છે, ત્યારે હવે ચોમાસાની શરૂઆત પહેલા જ સિનિયર અધિકારીઓની બદલીના આદેશ છૂટે તે નક્કી માનવમાં આવી રહ્યું છે.

આ સાથે જ કઈ રેન્જમાં કયા અધિકારીને કઈ કઈ જવાબદારી સોંપાવી તે પણ નિશ્વિત થઈ ચૂક્યું છે. એપ્રિલ માહિનામાં થયેલી પોલીસ અધિકારીઓની બદલીઓમાં તમામ પાસા ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા, ત્યારે હવે તે પાસાઓને ધ્યાનમાં રાખી IPS અધિકારીઓની બદલી કરવામાં આવશે. એટલું જ નહીં પૂરી પારદર્શિતા અને મેરીટના આધારે સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવશે.

Advertisment