Connect Gujarat
ગુજરાત

ગુજરાતની મહિલા KBCમાં,વાંચો ક્યારે જોવા મળશે હોટ સીટ પર

ગુજરાતની મહિલા KBCમાં,વાંચો ક્યારે જોવા મળશે હોટ સીટ પર
X

નડિયાદની મહિલા નમ્રતાબેન અજયભાઈ શાહ કૌન બનેગા કરોડપતિમાં હોટ સીટ પર જોવા મળશે. નડિયાદની મહિલા અમિતાભ બચ્ચનની સામે તેમના સવાલોના જવાબ આપતી જોવા મળશે. ભારે મહેનત બાદ આ મહિલાએ હોટ શીટ પર પહોંચતા નડિયાદ સહિત સમગ્ર રાજ્યની છાતી ગર્વથી ગદગદફૂલી છે.

ટીવીના નાનકડા પડદા પર આવેલ નડિયાદની મહિલાએ આ શોમાં કેટલી રકમ જીતી છે તે હાલ જાહેર કરાયું નથી. ખેડા જિલ્લાના નડિયાદમાં રહેતા 59 વર્ષિય નમ્રતાબેન અજયભાઈ શાહ કથ્થક નૃત્યના ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષથી સંકળાયેલા છે. તપસા એકેડમી ઓફ ડાન્સ દ્વારા આણંદ, વિદ્યાનગર, નડિયાદમાં તેઓ તાલીમ આપી રહ્યા છે. તેમનો અભ્યાસ બી. એસ. સી. ફીઝીક્સ સુધીનો છે. નમ્રતાબેનને સંતાનમાં એક દીકરો છે જે તબીબ ક્ષેત્રમાં જોડાયેલા છે.

તાજેતરમાં નમ્રતાબેને કૌન બનેગા કરોડપતિ સિઝન 13માં ભાગ લીધો છે. ઓડિશન આપતાં તેમનું સિલેક્શન થયું હતું. જે બાદ તેઓ હોટ શીટ સુધી પહોંચી ચૂક્યા છે. હોટશીટ સુધી પહોંચવા માટે નમ્રતાબેને KBCના 4 જેટલા રાઉન્ડ પાર કર્યા છે. આ પહેલા વર્ષ 2000ની સાલમાં નમ્રતાબેનના નાના ભાઈ કૃશાંગ શાહ જ્યારે બેંગ્લોરમાં હતા ત્યારે કૃશાંગની KBCમાં પસંદગી થઈ હતી. આ સમયે નમ્રતાબેન કમ્પેનીયન તરીકે તેમની સાથે ગયા હતા.

આ દરમિયાન કૃશાંગે 3 લાખ 20 હજારની રકમ જીતી હતી. આ એપિસોડ આગામી 20, 21 અને 22 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9થી 10:30 સુધી સોની ચેનલ પર આવવાનો છે. જેથી જોવાનું ચૂકશો નહી.

Next Story