ગુજરાતમાં મંકિપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે અને રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જામનગરન જીકના નવા નાગના ગામના 29 વર્ષીય યુવકમાં મંકિપોક્સના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા. હાલ આ યુવકને જામનગરની જી.જી. સિવિલ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે, તેમજ આ યુવકના સેમ્પલ લઇ અમદાવાદ મોકલવામાં આવ્યાં છે.
સેમ્પલના પરિક્ષણ બાદ રિપોર્ટ આવ્યા બાદ આ યુવક મંકિપોક્સથી સંક્રમિત થયો છે કે નહીં તેની જાણ થશે. આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે 29 વર્ષીય આ યુવકના બ્લડ સેમ્પલ અમદવાદની બી.જે. મેડિકલ કોલેજની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.