ગુજરાતની જાણીતી બેલડીને મળશે પદ્મશ્રી એવોર્ડ, 9 નવેમ્બરે યોજાશે કાર્યક્રમ
ગુજરાતી ફિલ્મના કલાકારો સ્વ.નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ પરિવારજનોને આપશે.

ગુજરાતી ફિલ્મના કલાકારો સ્વ.નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ પરિવારજનોને આપશે. મહત્વનું છે આ અંગેની જાહેરાત 25 જાન્યુઆરી 2021 ના રોજ કરવામાં આવી હતી પણ કોરોનાની બીજી લહેરને કારણે સમારંભ મોકૂફ રાખવામાં આવ્યો હતો જે બાદ હવે આવનાર 9 નવેમ્બરના રોજ બંને સ્વર્ગસ્થ કનોડિયા બંધુ ઉપરાંત કુલ 119 હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.9 નવેમ્બર ખાસ એટલા માટે છે કારણ કે ત્યારે જુનાગઢ મુક્તિ દિવસ પણ ઉજવવામાં આવે છે.સીએમ ભૂપેન્દ્ર પટેલે ખુદ કેન્દ્ર સરકાર તરફથી મળેલી માહિતી બાદ તારીખનો ખુલાસો કર્યો છે.સ્વ.કેશુભાઈ પટેલ ને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.તો સ્વ.નરેશ કનોડિયા અને સ્વ.મહેશ કનોડિયાને સંયુક્ત પદ્મશ્રી પુરસ્કાર અપાયો છે.
સાથે દાદુદાન ગઢવી(કવિ દાદ), ચંદ્રકાન્ત મહેતા(સાહિત્ય અને શિક્ષણ) પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે, મૌલાના વહીદુદ્દીન ખાન, બીબી લાલ, સુરદર્શન પટનાયકને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરાઇ છે. તો પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પ્રધાનમંત્રીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન(મરણોપરાંત), અસમના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ(મરણોપરાંત) અને ધર્મગુરૂ કલદી સાદિક(મરણોપરાંત) સહિત 10ને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા