Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં હિટવેવની આગાહી,તાપમાન 43ને પાર થશે

રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો સેકાઈ રહ્યા છે ત્યારે ગરમ સૂકા પવન થી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની શરૂઆત થઇ ગઇ છે.

રાજ્યમાં હિટવેવની આગાહી,તાપમાન 43ને પાર થશે
X

રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો સેકાઈ રહ્યા છે ત્યારે ગરમ સૂકા પવન થી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદ સહિત 5 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી જયારે અન્ય 4 શહેરોમાં 42 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આજકાલમાં અમદાવાદમાં ગરમી 44ને શકે છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 2.9 ડિગ્રી વધીને 43.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.1 ડિગ્રી વધીને 26.1 ડિગ્રી નોંધાયું હતું.

હીટવેવની અસરથી શનિવાર કરતાં અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો થયો હતો. તેમજ 7 એપ્રિલ પછી એટલે કે 15 દિવસ પછી ફરીથી અમદાવાદમાં ગરમીનો પારો 43.0 ડિગ્રીને પાર કરી જતાં લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો.આગામી અઠવાડિયા દરમિયાન સમગ્ર રાજ્ય હીટવેવ ને કારણે ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. 25 એપ્રિલે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ માં ઓરેન્જ એલર્ટ તેમજ સુરત, વલસાડ, પોરબંદર, જુનાગઢ અને ભાવનગરમાં યલો એલર્ટ જારી કર્યું છે. 26 એપ્રિલથી ચારથી પાંચ દિવસો સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધવાની શક્યતા હોવાથી યલો એલર્ટ જારી કર્યું છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે,સુરત, વલસાડ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, કચ્છ તથા ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં લૂ લાગવાની સંભાવના છે. તો આવતીકાલે રાજ્યના કચ્છ, અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે

Next Story