Connect Gujarat
ગુજરાત

હોળીનો તહેવાર ગુજરાત એસટી નિગમને ફળ્યો, આટલા કરોડ આવક થઈ..

હોળીનો તહેવાર ગુજરાત એસટી નિગમને ફળ્યો છે. એસટી નિગમ દ્વારા હોળીના તહેવારને લઈ વધારાની 900થી વધુ બસો દોડાવવામાં આવી હતી.

હોળીનો તહેવાર ગુજરાત એસટી નિગમને ફળ્યો, આટલા કરોડ આવક થઈ..
X

હોળીનો તહેવાર ગુજરાત એસટી નિગમને ફળ્યો છે. એસટી નિગમ દ્વારા હોળીના તહેવારને લઈ વધારાની 900થી વધુ બસો દોડાવવામાં આવી હતી. બે વર્ષ બાદ હોળીનો તહેવાર અને ડાકોરના મેળો થયો. જેના કારણે પ્રવાસીઓનો ધસારો પણ વધુ રહ્યો.એસટી નિગમ દ્વારા 13 થી 18 માર્ચના હોળીના તહેવાર માટે વધારાની એસટી બસ દોડાવવમાં આવી હતી.જેમાં એસટી નિગમ 6932 ટ્રીપ નું સંચાલન કર્યું હતું.જેમાં 3.19 લાખ પ્રવાસીઓ પ્રવાસ કર્યો હતો.જેના કારણે એસટી નિગમને 3.76 કરોડ રૂ. આવક થઈ છે.

એસટી નિગમના સચિવ જણાવ્યું હતું કે, ડાકોર ના મેળા એક તરફનું ટ્રાફિક મળતું હોય છે. કારણે ભક્તો ફાગણી પૂનમ કરવા માટે ચાલીને જતા હોય છે.અને આવે ત્યારે બસમાં આવતા હોય છે.એટલે ડાકોર થી બસની સુવિધા મળી રહે તે માટે વિશેષ આયોજન કરાયું હતી સાથે પંચમહાલ તરફનું પણ વધારે ટ્રાફિક મળતું હોય છે.અને પ્રવાસીઓને સુવિધા મળી રહે તે માટે વધારાની બસ દોડાવવામાં આવી હતી.જેમાં એસટી બસમાં 6 દિવસમાં 3.19 લાખ લોકોએ પ્રવાસ કર્યો.અને પ્રવાસીઓને સલામત ઘરે પહોંચાડવાનું કામ એસટી નિગમે કર્યું છે.એસટી નિગમને સૌથી વધુ આવક અંબાજી પૂનમનો મેળો અને ડાકોરના મેળાને કારણે થતી હોય છે.

પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના કારણે મેળો બંધ હતો.અને તહેવારોમાં પણ છૂટછાટ મળતી ન હતી જેના કારણે બે વર્ષથી તહેવારોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું ન હતું તેમ જ એસટી નિગમને પણ કોરોનાના કારણે આર્થિક ફટકો પડયો હતો.પરંતુ પરિસ્થિતિ સામાન્ય બનતા ગાડી પાટ્ટા પર ચડી રહી છે.કોરોના કેસ ઘટતા કેપેસિટી પણ વધારી દેવામાં આવી છે સાથે ડાકોરના મેળાના કારણે પણ આવકમાં વધારો થયો છે.અને બે વર્ષ બાદ લોકો પોતાના પરિવાર અને સગા સંબંધિત સાથે તહેવાર કરવા બહાર નીકળ્યા હતા.

Next Story