રાજ્યના બેરોજગાર યુવાનો સરકારી નોકરી મેળવવા રાત દિવસ એક કરે છે તો બીજી તરફ ભ્રષ્ટાચારીઓ સરકારી નોકરી અપાવવા માટે લાખોના લાખો ખંખેરતા અટકતા નથી. જો કે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આવા લાંચિયા સરકારી બાબુ સામે લાલ આંખ કરવામાં આવી છે. બનાસકાંઠાના દાંતાની એક શાળામાં આચાર્ય અને પ્યૂનને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે.
બનાસકાંઠાના પાલનપુરમાં ક્લાર્કની નોકરી અપાવવા માટે રૂ.16 લાખની લાંચ માંગતા બે સરકારી બાબુ ઝડપાઈ એસીબીને બાતમી મળી હતી કે દાતા સ્કૂલમાં કલાર્ક ની નોકરી માટે લાંચ માંગવામાં આવે છે આ બાતમીના આધારે એસીબીએ છટકું ગોઠવીને આચાર્ય શૈલેશચંદ્ર ચંદ્રવદન મહેતા અને પ્યૂન નરેશ જોષીને રંગેહાથ ઝડપ્યા છે. દાંતાની ભવાની સિંગ વિદ્યાલયમાં આ ઘટના બની. એસીબીએ બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી બંને આરોપીઓ રૂપિયા 16 લાખની માંગણી કરી હતી અને રૂપિયા 16 લાખ સ્વીકારી પણ લીધા હતા. મહત્વ ની વાત તો એ છે કે આ લાંચની રકમ સરકીટ હાઉસ પાલનપુર માં લેવામાં આવી હતી. વિગત વાર વાત કરીએ તો આ કામના ફરીયાદીના દીકરા ને કલાર્ક તરીકે નોકરી આપવાના બહાને આ કામના આરોપી નંબર એક શૈલેશચંદ્ર ચંદ્રવદન મહેતા એ ફરિયાદી પાસે રૂપિયા 16,00,000/- ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા. જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.