જામનગર : આર્મી ભરતી લેખિત પરીક્ષાનું આયોજન
જામનગર શહેર સ્થિત શ્રી સત્યસાંઈ વિદ્યાલય ખાતે આર્મી ભરતી લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે,
BY Connect Gujarat23 Jun 2021 4:29 AM GMT

X
Connect Gujarat23 Jun 2021 4:29 AM GMT
જામનગર શહેર સ્થિત શ્રી સત્યસાંઈ વિદ્યાલય ખાતે આર્મી ભરતી લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભાવનગર જિલ્લાના ઉમેદવારો માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો માટે તા. ૨૫/૦૭/૨૦૨૧ના રોજ જામનગર સ્થિત શ્રી સત્યસાંઈ વિદ્યાલય ખાતે લેખિત પરીક્ષા યોજાનાર છે. જેમાં દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આર્મી રેલી દરમિયાન આપવામાં આવેલ એડમિટ કાર્ડ હવે માન્ય રહેશે નહી. તેથી ભાવનગર જિલ્લાના ઉમેદવારોએ તા. ૧૫/૦૭/૨૦૨૧થી તા. ૧૭/૦૭/૨૦૨૧ દરમિયાન એ.આર.ઓ., જામનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ જુનુ એડમિટ કાર્ડ ફરજિયાત પરત કરવાનું રહેશે, ત્યારબાદ ઉમેદવારોને નવું એડમિટ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે. તેથી સાથે પાસપોર્ટ ફોટોગ્રાફ પણ લઈ જવાના રહેશે તેમ મદદનીશ નિયામક (રોજગાર), ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.
Next Story