જામનગર : રાજનીતિમાં કોરોનાનો ફાટયો રાફડો, વધુ બે રાજનેતાઓ કોરોના સંક્રમિત

રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે

New Update

રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે નેતાઓ પણ તેમાંથી બાકાત રહ્યા નથી. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. આમ, કોરોના રાજનેતાઓ પણ પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે.

Advertisment

જામનગર સાંસદ પૂનમ માડમ કોરોના સંક્રમિત થયા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે. મહત્વનું છે કે, 25 જાન્યુઆરી પૂનમ માડમ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. બીજી તરફ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. બાપુનગરના MLA હિંમતસિંહ પટેલ કોરોના સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રથમ લહેર વખતે પણ હિંમતસિંહ પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા હતાં. મહત્વની વાત છે કે તાજેતરમાં શહેજાદખાન પઠાણના પદગ્રહણમાં પણ હિંમતસિંહ પટેલ હાજર રહ્યાં હતા. આની પહેલા પણ અનેક ધારાસભ્યો અને વરિષ્ઠ મંત્રીઓ થતા વરસીથ અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.  

Advertisment