જામનગર : સગર્ભા સ્ત્રી-ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યની કાળજી અર્થે જી.જી. હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી વિભાગનો શુભારંભ કરાયો

જામનગરની ગુરૂગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રતિદિવસ અંદાજિત 150થી 200 જેટલી સગર્ભા સ્ત્રીઓની અને વાર્ષિક 50 હજારથી વધુ સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી કરવામાં આવે છે. આ સમયે કોરોના મહામારી દરમ્યાન પણ સગર્ભા સ્ત્રીઓ અને ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યની કાળજી અર્થે સગર્ભાઓને કોઈ તકલીફના રહે તેવા હેતુ સાથે જૂની કેન્ટીન ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયોલોજી દ્વારા અલાયદા સોનોગ્રાફી વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જામનગરના ગુરૂગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગનો ડેપ્યુટી ડાયરેકટર મેડિકલ સર્વિસીસ ડો. તૃપ્તિ નાયક તથા સગર્ભા મહિલાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જી.જી. હોસ્પિટલ ખાતે જામનગર શહેર ઉપરાંત જિલ્લાના સિક્કા, ફલ્લા, પડાણા, અલીયાબાડા, ધ્રોલ, વસઈ, લાલપુર, ધુતારપર અને મોડપર વગેરે પી.એચ.સી. સેન્ટરથી પણ સગર્ભા સ્ત્રીઓને વાહનની સુવિધા સાથે સોનોગ્રાફી માટે અહીં લાવવામાં આવે છે. વધુમાં વધુ સગર્ભાઓને આ લાભ મળી શકે અને હાલ કોરોના મહામારીમાં હોસ્પિટલના સંભવતઃ સંક્રમિત વિસ્તારથી દૂર અને સુરક્ષિત જગ્યામાં તપાસ થઈ શકે તે માટે આ અલગ વ્યવસ્થા નિર્મિત કરવામાં આવી છે. મા અને બાળક બન્નેનું સ્વાસ્થ્ય સચવાય શકે તે માટે સગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભમાંના શિશુના વિકાસ અને સ્વાસ્થ્યની કાળજી અર્થે સોનોગ્રાફી કરવી ખૂબ આવશ્યક છે, ત્યારે આ વિભાગમાં વેઇટીંગ એરીયા, હવા-ઉજાસ સાથેનું વાતાવરણ, પીવાના ઠંડા પાણી તેમજ નાસ્તાની સુવિધાઓ નિર્મિત કરવામાં આવી છે. જેથી સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી સલામતીપૂર્વક, સમયસર અને અનુકૂળ વાતાવરણમાં કરી શકાય.
તો, આ સાથે જ વિભાગમાં સગર્ભાઓ માટે હકારાત્મક વાતાવરણના નિર્માણ હેતુ વાંચન માટે ઉમદા પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે. જે તેઓ ત્યાં વાંચી શકે છે અને સાથે જ પોતાના ઘરે પણ લઈ જઈ શકે છે. આમ સ્વસ્થ ભારતના નિર્માણ હેતુ તંદુરસ્ત બાળક અને તંદુરસ્ત માતાની અભિલાષાને પરિપૂર્ણ કરવા આ નવી વ્યવસ્થાઓનો જામનગર જિલ્લાની સગર્ભાઓને આજથી લાભ મળશે. આ અવસરે જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દિપક તિવારી, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઇ, એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ ધર્મેશ વસાવડા, રેડિયોલોજી વિભાગના વડા હિરલ વસાવડા તથા હોસ્પિટલના અન્ય કર્મચારીઓ અને સગર્ભાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
ભરૂચ જિલ્લા અંધજન મંડળનું ઉત્તમ કાર્ય, પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી માટે...
19 May 2022 10:41 AM GMTવડોદરા: સરકારી પેરા મેડિકલ પ્રવેશપ્રક્રિયામાં ફિજીયોથેરાપીની સરકારી...
19 May 2022 10:30 AM GMTતાપી : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકોને પાણી પહોચાડવા માટે ડોસવાડા...
19 May 2022 9:17 AM GMTઅમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આલાપ્યો...
19 May 2022 9:04 AM GMTદિલ્હી મુંબઈ કરતા અમદાવાદમાં પ્રદૂષણ વધારે, AQI 300ને પાર થયો
19 May 2022 8:19 AM GMT