Connect Gujarat
ગુજરાત

જામનગર : મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન કરાયું, લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો

જામનગર : મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન કરાયું, લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો
X

જામનગરના ટાઉન હોલ ખાતે જિલ્લા કાનૂની સેવા મંડળ અને વહીવટી તંત્ર દ્વારા મેગા લીગલ સેલ સર્વિસ કેમ્પ યોજાયો હતો. જેનો અસંખ્ય લોકોએ લાભ લીધો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ ઉપરાંત દેશભરમાં કાનૂની સલાહ અન્વયે જનજાગૃતિ કાર્યક્રમ ચાલી રહ્યો છે.

જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, વહીવટી તંત્ર અને જામનગર મહાનગરપાલિકાના સહયોગથી મેગા લીગલ સેલ સર્વિસીસ કેમ્પનું આયોજન ટાઉન હોલમાં કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ન્યાયધીશ પ્રજ્ઞેષ સૂચક, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના હસ્તે દીપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મફત કાનૂની સહાય-સલાહ, વેક્સિનેશન, હેલ્થ ચેકઅપ કેમ્પ, મા યોજના કાર્ડ, ડેન્ગ્યૂ-મેલેરિયાની જાણકારી, રાશન કાર્ડ સંબંધિત કામગીરી, સમાજ સુરક્ષા કચેરી સંબંધિત વિવિધ કામગીરી, આધાર કાર્ડ, આયુર્વેદ સહિતના 18 વિભાગના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેનો બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Next Story