Connect Gujarat
ગુજરાત

જામનગર: રીવા બા જાડેજા સાથે માથાકૂટ અંગે સાંસદ પુનમ માડમે મૌન તોડ્યુ,જુઓ શું કહ્યું

ભાજપના ધારાસભ્ય રીવા બા જાડેજા અને સાંસદ પુનમ માડમ વચ્ચે થયેલ માથાકૂટમાં સાંસદ પુનમ માડમની પ્રતિક્રિયા સામે આવી છે.

X

જામનગરમાં ભાજપના ધારાસભ્ય રીવા બા જાડેજા અને સાંસદ પુનમ માડમ વચ્ચે થયેલ માથાકૂટમાં સાંસદ પુનમ માડમની પ્રતિક્રિયા સામે આવી છે.

જામનગરમાં ગુરુવારે ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલી બોલાચાલી લઈને સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મામલે જામનગરના મેયર અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જોકે, સાંસદ પૂનમ માડમે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. ત્યારે રાત્રે પૂનમ માડમે પોતાની વાત મીડિયા સમક્ષ રાખીને કહ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષની અનુમતિ લઇને હું પ્રતિક્રિયા આપી રહી છું. મેયર મારા મોટાબેન જેવા છે અને રીવાબા નાનાબેન સમાન છે. મોટાબેનનું માન સન્માન જળવાય એટલે હું મારી નાનીબેનને એક અધિકારથી રોકી શકું.. રિવાબા હજી પહેલી વખત ધારાસભ્ય બન્યા છે એટલે ક્યાંક ગેરસમજ અને જલ્દીથી પ્રતિક્રિયા આપવી એવું જ બન્યું છે.

ગુરુવારે બોલાચાલીની ઘટના બાદ રિવાબાએ મીડિયા સમક્ષ આવી સમગ્ર ઘટના વિશે જણાવતાં કહ્યું હતું કે, કોર્પોરેશનનો મેરી મિટ્ટી મેરા દેશ અંતગર્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો, જેમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતનાં અગ્રણીઓ હાજર હતાં. જ્યારે એમ.પી. માડમ શહીદ સ્મારકને હાર અર્પણ કરવા ગયાં ત્યારે તેમણે ચંપલ પહેરેલા હતા. ત્યાર બાદ હું માળા અર્પણ કરવા ગઇ ત્યારે મેં શહીદોની રિસ્પેક્ટ કરીને ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ ઘણા આગેવાનોએ ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Next Story