Connect Gujarat
ગુજરાત

જામનગર : શિક્ષણને ધંધો બનાવી નાખનાર શાળાઓ સામે NSUI અને યૂથ કોંગ્રેસની તવાઈ, શિક્ષણાધિકારીને આવેદન પાઠવ્યું

મળતી માહિતી અનુસાર, જામનગર એન.એસ.યુ.આઇ. અને યુવા કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે હાલ વેકેશન ખૂલી ગયા છે.

જામનગર : શિક્ષણને ધંધો બનાવી નાખનાર શાળાઓ સામે NSUI અને યૂથ કોંગ્રેસની તવાઈ, શિક્ષણાધિકારીને આવેદન પાઠવ્યું
X

જામનગરમાં શિક્ષણને ધંધો બનાવી નાખનાર શાળાઓ સામે કાર્યવાહી કરવા એનએસયુઆઇ અને યૂથ કોંગ્રેસ દ્વારા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, જામનગર એન.એસ.યુ.આઇ. અને યુવા કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે હાલ વેકેશન ખૂલી ગયા છે. તમામ શાળાઓ રાબેતામુજબ શરૂ થઈ ગઈ છે ત્યારે જામનગરમાં ઘણી શાળાઓએ શિક્ષણ પ્રવૃતિને ધંધો બનાવી વિદ્યાર્થીઓ અને વાલીઓને ડ્રેસ, પુસ્તકો, સ્ટેશનરી ચોક્કસ દુકાનોએથી ખરીદવા દબાણ કરવામાં આવે છે નર્સરીના વિદ્યાર્થિનીએ ઉમર 4 વર્ષ કરતાં પણ નાની હોય તેમણે પણ આવા પુસ્તકો લેવા જણાવવામાં આવે છે ખાનગી પ્રકાશનના પુસ્તકોનો ઉપયોગ શાળામાં ન કરવાનો નિયમ છે છ્તા મોટાભાગની શાળાઓ તેમનો જ ઉપયોગ કરાવે છે. શાળાઓ પોતાનું કમિશન જ્યાં નક્કી થાય એ સ્ટેશનરી દુકાન સાથે મળીને બુકનું લિસ્ટ ફાઇનલ કરે છે. આ દુકાનેથી જ નક્કી કરેલી બુક મળતી હોય છે આ પ્રકારનું ચેકિંગ કરવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરવામાં આવે તેવી માંગ સાથે એનએસયુઆઇ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story