જામનગર : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ દ્વારા રુદ્રી યજ્ઞ યોજાયો

New Update

જામનગર શહેરમાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિતે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે રુદ્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં 40 જેટલા બહેનોએ સાથે મળીને યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.

જામનગરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી શક્તિપીઠની મહિલાઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને લોક કલ્યાણ અર્થે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા રુદ્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમ્યાન દરરોજ માટીમાંથી નાના શિવલિંગ બનાવી તેનું પૂજન અર્ચન કરી રુદ્રી યજ્ઞ કરવામાં આવે છે.

શાસ્ત્રોમાં લખ્યું છે કે, રુદ્રી કરવાથી માણસને મનવાંછિત ફળ મળે છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે કૌરવો અને પાંડવોનું યુધ્ધ થવાનું હતું, ત્યારે શ્રી ક્રુષ્ણ ભગવાને પાંડવોને લઘુ રુદ્રી કરવાનું કહ્યું હતું. પાંડવોને ભગવાન શિવ તરફથી યુધ્ધ જીતવા આયુધ્ધ શસ્ત્રો મળ્યા હતા. જેથી શ્રાવણ માસ દરમ્યાન ગાયત્રી શક્તિપીઠ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રુદ્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલી મહિલાઓએ સાથે મળીને રુદ્રી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.

Latest Stories