Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: કેશોદની શાળામાં 3 વિધાર્થીઓ કોરોના સંક્રમિત,શાળા 10 દિવસ માટે બંધ કરાય

રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ કાબુમાં છે પરંતુ કેટલાક અંશે હજુ પણ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે

જુનાગઢ: કેશોદની શાળામાં 3 વિધાર્થીઓ કોરોના સંક્રમિત,શાળા 10 દિવસ માટે બંધ કરાય
X

રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ કાબુમાં છે પરંતુ કેટલાક અંશે હજુ પણ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, એવામાં જૂનાગઢના કેશોદમાં એક સાથે 3 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કેશોદ મેસવાણ ગામ પે સેન્ટર શાળાના 3 વિદ્યાર્થિનીઓનો કોરોના પોઝિટિવ મળતા આરોગ્ય વિભાગ દ્વારા તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થિનીઓના પરિવારજનો આસપાસ રહેલા તમામ લોકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. જો કે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે શાળા પ્રશાસન દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, શાળાએ વિદ્યાર્થીઓના હિતમાં 10 દિવસ માટે શાળામાં રજાની જાહેરાત કરી દીધી છે કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા શાળાને બંધ રાખવાનું નિર્દેશ કર્યા હતા એટલું જ નહીં બાળકોનું શિક્ષણ બગડે નહીં તે માટે ઓનલાઈન શિક્ષણ વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા

જે બાદ કેસ ઘટના ફરી શાળાઓ શરૂ કરવામાં આવી છે એવામાં ત્રણ વિદ્યાર્થિનીઓનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે આ વિદ્યાર્થીઓ શાળા દરમિયાન કેટલા લોકોના સંપર્કમાં આવી તેમની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો ત્રણેય વિદ્યાર્થિનીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવી છે તેમજ અન્ય વિદ્યાર્થી અને વિદ્યાર્થિની કોરોના સંક્રમિત ન થાય તે માટે શાળામાં 10 દિવસની રજા પણ જાહેર કરી દેવામાં આવી છે.

Next Story