Connect Gujarat
ગુજરાત

કરછ: ભુજનો એકમાત્ર વોક વે પણ બન્યો ચાલી ન શકાય એવો,જુઓ શું છે હાલત

રાત્રિના સમયે તો ઠીક પણ દિવસના સમયે પણ અહીં ચાલી શકાય તેમ નથી કારણ કે એક તરફ બાંકડા તૂટી ગયા છે

X

ભુજ શહેરમાં હરવા ફરવા માટે એક માત્ર વોક વે હમીરસર તળાવના કિનારે આવેલો છે જોકે નગરપાલિકા દ્વારા આ સ્થળની સતત ઉપેક્ષા કરવામાં આવે છે પરિણામે વોક વે માં ચાલવું પણ લોકો માટે દુષ્કર બન્યું છે.

ભુજ શહેરના યુવા યુવતીઓ,સિનિયર સીટીઝન સહિત સૌ કોઈ ખેંગારબાગ થી છતરડી સુધીના વિશાળ વોક વેમાં વોકિંગ કરી શરીરને તંદુરસ્ત રાખવા માટે પ્રયાસો કરતા હોય છે. રાત્રિના સમયે તો ઠીક પણ દિવસના સમયે પણ અહીં ચાલી શકાય તેમ નથી કારણ કે એક તરફ બાંકડા તૂટી ગયા છે,ઝાડી ઝાંખરા વધી ગયા છે ઘણા સ્થળોએ પેવરબ્લોક પણ નીકળી ગયા છે આ વચ્ચે સાંજે 7 વાગ્યા બાદ અંધારું થાય તે પછી તો અહીંથી બહાર નીકળવું એટલે ભૂલ ભુલૈયામાંથી બહાર નીકળવા જેવું છે કારણકે લાઈટો જ નથી વિશાળ વોક વે મા ક્યાંય લાઈટો નથી થાંભલા છે પણ લાઈટ જ નથી જેથી રાત્રી વોકિંગ કરવા ઇચ્છતા લોકો સાંજે જ બહાર નીકળી જાય છે બીજી તરફ અંધારાના કારણે લુખ્ખા તત્વોનો ત્રાસ વધી ગયો છે અને અસામાજિક પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે મહિલાઓ સાંજ બાદ અહીં વોકિંગ પણ કરી શકતી નથી.તો અંદર આવેલા ડેમમાં લૂખા તત્વો પડયા પાથર્યા રહેતા હોય છે સાંજ બાદ વોક વેમાં કોઈ રહી જાય તો ટોચ કે મોબાઇલની લાઈટના અંજવાળે તેઓ બહાર આવે છે ખરેખર એક તરફ ભુજમાં આકર્ષક વોક વે અને વૃક્ષારોપણ કરી અમદાવાદના લો ગાર્ડનની જેમ આ રોડને વિકસિત કરવામાં આવતો હોય ને બીજી તરફ આ અંધારપટ્ટ ઘણું સૂચવી જાય છે...ખરેખર તાયફાઓમાં ખર્ચ કરવાના બદલે નગરપાલિકાએ લાઈટ પાછળ ખર્ચ કરવો જોઈએ એવું સ્થાનિકો કહી રહ્યા છે

Next Story