Connect Gujarat
ગુજરાત

ખેડા : ખાદ્યતેલ અને ખાદ્ય તેલીબીયામાં સ્ટોક લિમિટ બાબતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય

ખેડા : ખાદ્યતેલ અને ખાદ્ય તેલીબીયામાં સ્ટોક લિમિટ બાબતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય
X

આંતર રાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં ખાદ્યતેલ અને ખાદ્યતેલીબીયાના ખૂબ ઊંચા ભાવ તેમજ અલગ-અલગ રાજ્ય સરકાર અને કેટલાક સ્ટોક હોલ્ડર્સ ધ્વારા આપવામાં આવેલ અભિપ્રાયને ધ્યાનમાં લઈ ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ ધ્વારા ખાદ્યતેલ અને ખાદ્ય તેલીબિયાની સંગ્રહખોરીને લીધે થઈ રહેલ કુત્રિમ ભાવ વધારાને નિયંત્રિત કરવા માટે ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં ખાદ્યતેલ અને ખાદ્યતેલિબીયાના સ્ટોક લિમિટ બાબતની બેઠકમાં ખેડા જિલ્લાના તેલિબીયાના અગ્રણી વેપારીઓ ઊપસ્થિત રહ્યા હતા.

ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ સૌ વેપારીઓને ખાદ્યતેલ અને ખાદ્ય તેલીબિયાના સ્ટોક બાબતે આવેલ નવા નિયમોથી અવગત કરતા જણાવ્યું હતું કે, સૌ વેપારીઓએ અંગેના નિયમોનું ચુસ્ત પાલન કરવુ તેમજ જરૂરી માહિતી અપલોડ સમયસર કરવાની રહેશે તેઓએ જિલ્લામાના ખાદ્યતેલ/ખાદ્યતેલીબિયાના સ્ટોક હોલ્ડર્સ, જેમકે રીફાઈનર, મિલર્સ, એક્સટ્રેક્ટર, ઈમ્પોર્ટર્સ, એક્પોર્ટર્સ, હોલસેલર્સ, રીટેઈલર્સ, ડીલર્સ કે અન્ય ભારત સરકારની વેબસાઈટ https://evegolls.nic.in/eosp/login પર રજીસ્ટર કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી, ખેડા જિલ્લાના ખાદ્યતેલીબિયાના મોટા વેપારીઓ તથા જિલ્લા પુરવઠાના કર્મચારીઓ ઊપસ્થિત રહ્યા હતા.

Next Story