Connect Gujarat
ગુજરાત

ખેડા : કોરોના અંગે સમીક્ષા બેઠક યોજી જિલ્લા વિકાસ અધિકારીએ લીધી વિવિધ હોસ્પિટલની મુલાકાત...

સમગ્ર રાજયમાં કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહયા છે.

ખેડા : કોરોના અંગે સમીક્ષા બેઠક યોજી જિલ્લા વિકાસ અધિકારીએ લીધી વિવિધ હોસ્પિટલની મુલાકાત...
X

સમગ્ર રાજયમાં કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહયા છે. જેના અનુસંધાને ખેડા જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે દ્વારા શનિવારના દિવસે નડિયાદ-ખેડા સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે યોગીનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) સેન્ટર તેમજ ખેડા અને સોખડા ગામમાં સેવા આપતા ધન્વંતરી રથની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

નડિયાદ ખાતે યોગીનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) સેન્ટર ખાતે જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેની અધ્યક્ષતામાં જિલ્લા લાયઝન અધિકારી ડો. મેઘા મહેતાની વિશેષ ઉપસ્થિતીમાં કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોનાની ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા અંગેની જિલ્લા આરોગ્ય તંત્રની તૈયારીઓની સમીક્ષા બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામા PSA પ્લાન્ટ, લેબોરેટરી, જરૂરી દવાઓ, RTPCR ટેસ્ટની સંખ્યા, મેડિકલ ઓફિસર તથા સ્ટાફની જરૂરીઆત, સિવિલ હોસ્પિટલમાં ફિઝીશ્યની જરૂરીયાત તથા વેક્સીનેશન અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ જિલ્લા લાયઝન અધિકારી ડો. મેઘા મહેતાને જિલ્લામા કોરોનાની પરિસ્થિતીને પહોચી વળવા જોઈતી જરૂરીયાતોની વિગતો જણાવી સત્વરે સ્ટાફ આપવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કાપડીયા, ડો. ઠાકર સહિત જિલ્લાના ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story