Connect Gujarat
ગુજરાત

ખેડા : ખેડૂતોના પાકને મળ્યું નવું જીવનદાન, સુજલામ સુફલામ યોજના થકી કર્યું પાકનું વાવેતર

ખેડા : ખેડૂતોના પાકને મળ્યું નવું જીવનદાન, સુજલામ સુફલામ યોજના થકી કર્યું પાકનું વાવેતર
X

રાજ્યમાં ઘણા સમય પછી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યના ખેડૂતોને કુદરત દ્વારા વરસાદ રૂપી સોનુ વરસતા ખેડૂતના પાકને નવું જીવનદાન મળ્યું છે, ત્યારે ખેડા જિલ્લામાં સરકારની સુજલામ સુફલામ યોજના થકી પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ઘણા લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતને આ યોજનાના લાભથી સારું એવું વાવેતર કરી મબલક પાકનું ઉત્પાદન થશે એવી આશા બંધાઈ છે.

રાજ્યમાં ઘણા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે. લગભગ ચોમાસાની સિઝન લગભગ એક મહિનો જ બાકી રહ્યો છે, ત્યારે વરસાદ ન વરસતા ક્યાંકને ક્યાંક ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી હતી. પરંતુ ખેડા જિલ્લાના માતર અને મહેમદાવાદ તાલુકાના ખેડૂતો સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત વરસાદ ન વરસતા પણ ડાંગરનું વાવેતર કરી સારા પાકની આશા હતી. કેમ કે, સરકારની સુજલામ સુફલામ યોજનાથી ખેડા શહેરની સીમમાં આવેલા દાંતાવા તળાવ ઊંડું કરવામાં આવ્યું હતું. જેના કારણે તાઉતે વાવાઝોડા દરમ્યાન થયેલ વરસાદથી આખું તળાવ પાણીથી છલોછલ ભરાય ગયું હતું.

જેથી સ્થાનિક લોકો આ તળાવનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. આ તળાવથી 100 જેટલા ખેડૂતો 1000 વીઘામાં ડાંગરની ખેતી કરી રહ્યા છે. જેમાં હાલના સમયમાં ડાંગરનો પાક ખેતરમાં લહેરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, ત્યારે હવે આ સુજલામ સુફલામ યોજના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ છે.

Next Story