Connect Gujarat
ગુજરાત

ખેડા : બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ જરૂરી પુરાવા રજૂ કરવા નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા સૂચન કરાયું

ખેડા : બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ જરૂરી પુરાવા રજૂ કરવા નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા સૂચન કરાયું
X

ખેડા જિલ્લાના જે ખેડૂતો ફળપાકો, ઔષધિય પાકો અને શાકભાજી પાકોની ખેતી કરે છે અથવા કરવાના છે અને જે ખેડૂતોએ ઉક્ત બાગાયતી પાકોના વાવેતર સંબંધિત તથા બાગાયતી યાંત્રિકીકરણ સંબંધિત ઘટકો જેવા કે, દવા છાંટવાના પંપ, મીની ટ્રેક્ટર, સ્વયં સંચાલીત બાગાયત મશીનરી, પાવર ટીલર, ટુલ્સ ઇક્વીપમેન્ટ્સ શોટીંગ ગ્રેડીંગના સાધનો વગેરે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓમાં લાભ-સહાય મેળવવા ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માં આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી છે.

આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન કરેલ અરજીની પ્રીન્ટ ઉપર સહી કે. અંગુઠાનું નિશાન કરી, જે તે જમીનના ખાતા નંબરની ૮-અ અને ૭/૧૨ની અસલ નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની પહેલા પાનાની નકલ- કેન્સલ ચેક, અનુસુચિત જાતીના અરજદારના કિસ્સામાં સક્ષમ અધિકારી જાતીનું પ્રમાણપત્ર, દિવ્યાંગ અરજદારના કિસ્સામાં સક્ષમ અધિકારી દ્વારા આપેલ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર સહીત તા. ૦૧-૦૭-૨૦૨૧ સુધીમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૪-૫ ભોય તળીયુ, ડી બ્લોક, સરદાર ભવન, નડીયાદ, જી. ખેડા ખાતે રજૂ કરવા અંગે જણાવવામાં આવ્યું છે, ત્યારબાદ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. જે બાબતની ખેડૂતોને નોંધ લેવા માટે નાયબ બાગાયત નિયામક દ્વારા વિનંતી કરવામાં આવી છે.

Next Story
Share it