Connect Gujarat
ગુજરાત

કચ્છ : તહેવારો દરમ્યાન પશુઓને લાડુ ખવડાવવાની અનોખી પરંપરા, તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા 25 હજાર લાડુ તૈયાર કરાયા...

કચ્છ જિલ્લાના તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ, કચ્છ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

કચ્છ : તહેવારો દરમ્યાન પશુઓને લાડુ ખવડાવવાની અનોખી પરંપરા, તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા 25 હજાર લાડુ તૈયાર કરાયા...
X

કચ્છ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) અને રક્ષાબંધનના મહાપર્વને ધ્યાનમાં રાખી ગાયો (પશુ) માટે લાડુ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

કચ્છ જિલ્લાના તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ, કચ્છ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) અને રક્ષાબંધનના મહાપર્વ નિમિત્તે ગાય (પશુ)ને લાડુ ખવડાવવાની અનોખી પરંપરા છે. જેના ભાગરૂપે ગાયો માટે 25 હજાર લાડુ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ સંસ્થાઓ તેમજ સંગઠનોને આ લાડુ વિતરણ કરવામાં આવી રહ્યા છે. આ લાડુ વિવિધ વિસ્તારોમાં દરેક ગાય માતા (પશુ) સુધી પહોચે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Next Story
Share it