Connect Gujarat
ગુજરાત

ક્ચ્છ: કોરોનાનો કહેર ઓછો થતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ગાડી પાટા પર આવી

રાજયમાં કોરોના કહેર ઓછો થયો, કરછમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ગાડી પાટા પર આવી, ધંધામાં આવ્યો વેગ.

X

કોરોનાનો કહેર ઓછો થતા ક્ચ્છ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉધોગની ગાડી પાટા પર આવી છે. ટ્રાન્સપોર્ટનું બુકિંગ વધતા ધંધામાં વેગ આવ્યો છે.

ક્ચ્છ જિલ્લામાં ફેકટરીઓ અને કંપનીઓ આવેલી હોવાથી જિલ્લો ટ્રાન્સપોર્ટનું હબ ગણાય છે.કોરોનાના કારણે કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉધોગની પનોતી બેઠી હતી જોકે કેસો ઘટી જતાં ધંધા રોજગાર પુન: ધમધમતા થયા છે જેથી કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉધોગની ગાડી પણ પાટા પર આવી ગઈ છે કેરીની સીઝનમાં કચ્છની કેરીનું ટ્રાન્સપોર્ટ થયા બાદ હવે ખારેકની સિઝન છે જેથી ખારેક ગુજરાત તેમજ મુંબઈ અને અન્ય વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે.

આ ઉપરાંત પણ દુકાનો પણ ધમધમવા લાગતા અમદાવાદ, રાજકોટ અને સુરત,મુંબઈ સહિતના વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટ બુકિંગ આવી રહ્યું છે જેથી કચ્છમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારોના ધંધા ફરીથી ચાલુ થઈ ગયા છે. ભુજના ટ્રાન્સપોર્ટર પ્રબોધ મુનવરે કહ્યું કે, હાલમાં લોકલ ટ્રાન્સપોર્ટનું બુકિંગ વધ્યું છે જેથી ધંધામા વેગ આવ્યો છે કોરોના બાદ હવે ટ્રાન્સપોર્ટનો ધંધો ખુલતા ગાડી પાટા પર આવી છે ભુજથી અમદાવાદ, રાજકોટ,મુંબઈ સહિતના સ્થળોએ પાર્સલ પહોંચી રહ્યા છે અને ત્યાંથી આવી પણ રહ્યા છે.

Next Story