કચ્છ: ભુજની શાળામાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ,સાથે ભણતા બાળકોના કોરોના ટેસ્ટ કરાવાયા

ભુજની વી.ડી.હાઈસ્કૂલમાં ધો.11 માં ભણતા વિદ્યાર્થીનો રવિવારે કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો

New Update

કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે ત્યારે ભુજમાં ધો.11 માં ભણતા વિદ્યાર્થીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સહવિદ્યાથીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે ભુજની વી.ડી.હાઈસ્કૂલમાં ધો.11 માં ભણતા વિદ્યાર્થીનો રવિવારે કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જેથી શનિવારે શાળામાં આવેલા વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. વી.ડી.હાઈસ્કૂલના આચાર્ય ઊર્મિલ હાથીએ જણાવ્યું કે,આજે હેલ્થ ટીમ દ્વારા ધો.11 માં ભણતા 32 વિદ્યાથીઓ તેમજ શિક્ષકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે શાળામાં અન્ય વિદ્યાર્થીઓમાં સંક્રમણ વકરે નહિ એ માટે કોવિડ નિયમોની ચુસ્ત અમલવારી કરાવવામાં આવવા છે.નોંધનીય છે કે,છેલ્લા 5 દિવસમાં કચ્છમાં કોરોનાના 16 પોઝિટિવ કેસ નોંધાયા છે.

Latest Stories