Connect Gujarat
ગુજરાત

કચ્છ : વરસાદ ખેંચાતા ખેતી-પાકને બચાવવા ખેડૂતોએ અપનાવ્યો "કુત્રિમ વરસાદ"નો વિકલ્પ

કચ્છ : વરસાદ ખેંચાતા ખેતી-પાકને બચાવવા ખેડૂતોએ અપનાવ્યો કુત્રિમ વરસાદનો વિકલ્પ
X

સરહદી કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ પાછો ખેંચાઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે, ત્યારે હવે અહીના ખેડૂતો કુદરતી નહીં પણ કુત્રિમ વરસાદના વિકલ્પ સાથે પોતાની ખેતીને બચાવી રહ્યા છે.

ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન કચ્છમાં 175 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો, ત્યારે આ વર્ષે માત્ર 35 ટકા વરસાદ વરસતા ખેડૂતોમાં નિરાશા સાંપડી છે. વરસાદની આશાએ ખેડૂતોએ મોલ વાવી નાખ્યો પણ પિયત માટે પાણી ન મળતા પાક હવે સુકાઈ રહ્યો છે. જેથી ખેડૂતોએ હવે કુત્રિમ વરસાદ શરૂ કર્યો છે. વરસાદની આશાએ પાક મુરઝાવા લાગતા ચિંતાના વાદળ ઘેરાઈ ગયા છે. જેથી માંડવી અને અબડાસામાં ખેડૂતો પાકને બચાવા અનેક ઉપાયો અજમાવવા લાગ્યા છે.

અહીના ખેડૂતો કુદરતી નહીં પણ કુત્રિમ વરસાદના વિકલ્પ સાથે પોતાની ખેતીને બચાવી રહ્યા છે. જેમાં સુકાઈ રહેલા પાકને ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. ખેડૂતો પાકને બચાવવાની કામગીરીમાં પરોવાઈ ગયા છે, ત્યારે ખેડૂતો દ્વારા આ વર્ષે કચ્છમાં દુષ્કાળની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Next Story