કચ્છ જિલ્લાના ધીણોધર ડુંગર ખાતે ફરવા ગયેલા કેટલાક લોકો પૈકી 4 લોકો ફસાયા હતા, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચારેય લોકોનું રેસક્યું કરી બચાવી લેવામાં આવ્યા હતા.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમને સતત 24 કલાક કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી છે, જિલ્લા કંટ્રોલરૂમના ફોન પર ભૂજના 4 યુવાનો ભારે વરસાદમાં ધીણોધર ડુંગર પર ફસાયા હોવાથી મદદ માંગતો કોલ મળ્યો હતો. જેથી કંટ્રોલરૂમને કોલ મળતા જ બચાવ કામગીરીમાં નખત્રાણા રેવન્યૂ ટીમ, પોલીસ ટીમ, સ્થાનિક તરવૈયાઓ સહિત આગેવાનોને સાથે રાખીને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું, ત્યારે સલામત રીતે રેસ્ક્યુ કરી જીવ બચાવી લેતા યુવાનોએ વહીવti તંત્રનો આભાર માન્યો હતો.