Connect Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્રમાં પશુઓમાં લમ્પી વાયરસનો કહેર, 500થી વધુ ગામડાઓમાં અસર,વાંચો CM ભુપેન્દ્ર પટેલે શું આપયા આદેશ

સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. એક બે નહિ, ગુજરાતના 11 જેટલા જિલ્લામાં આ ખતરનાક વાયરસ પશુઓની જિંદગી રંજાડી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં પશુઓમાં લમ્પી વાયરસનો કહેર, 500થી વધુ ગામડાઓમાં અસર,વાંચો CM ભુપેન્દ્ર પટેલે શું આપયા આદેશ
X

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. એક બે નહિ, ગુજરાતના 11 જેટલા જિલ્લામાં આ ખતરનાક વાયરસ પશુઓની જિંદગી રંજાડી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં લમ્પી વાઇરસથી 144 પશુઓના મોત થયા છે. સૌરાષ્ટ્ર કચ્છના 536 ગામડાઓમાં લમ્પી વાયરસની અસર મોટાપાયે દેખાઈ રહી છે

રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 11 જિલ્લાઓમાં આ રોગના લક્ષણો જોવા મળ્યાં છે, જેમાં દેવભૂમિ- દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી અને સુરત જિલ્લાના પશુઓમાં આ રોગ જોવા મળ્યો છે.હાલ સ્થિતિ એવી છે કે, હાલ રાજકોટ 26 ગામડામાંથી 172 ગાયો માં લમ્પીના લક્ષણો જોવા મળી રહ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં અનેક દુધાળા પશુઓ લમ્પી વાયરસની ઝપટે ચઢ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીમાં 25,900 પશુઓમાં વેક્સીનેશન થયું છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા લમ્પી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જોકે, જિલ્લા પંચાયત સહિતના વિભાગો વેક્સિનેશન વધારવાની જરૂરિયાત છે. કચ્છ અને જામનગર જિલ્લાના પશુધન માં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા રોગચાળા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રોગચાળા સામે રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા ખાસ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ પશુધનમાં લમ્પી સ્કિન ડિસીઝ નો ઇલાજ તથા પશુ આરોગ્ય રક્ષા માટે પશુપાલન નિયામકની આ બે જિલ્લામાં પુરતા વેક્સિનેશન, દવાઓના જથ્થા સાથે વધારાની મેડીકલ ટીમ તાત્કાલિક ધોરણે મોકલવા સૂચનાઓ આપી છે.

Next Story