Connect Gujarat
ગુજરાત

માલ્યા અને ચોક્સી અબજો રૂપિયા લઇ ફરાર અને ખેડૂતને 31 પૈસા માટે બેંકે NOC ન આપી

ગુજરાતમાં SBIની એક બ્રાન્ચે એક ખેડૂતને માત્ર 31 પૈસા બાકી રહેતા હોવાથી તેને NOC 'નો ડ્યુઝ સર્ટિફિકેટ' ન આપ્યું.

માલ્યા અને ચોક્સી અબજો રૂપિયા લઇ ફરાર અને ખેડૂતને 31 પૈસા માટે બેંકે NOC ન આપી
X

ગુજરાતમાં SBIની એક બ્રાન્ચે એક ખેડૂતને માત્ર 31 પૈસા બાકી રહેતા હોવાથી તેને NOC 'નો ડ્યુઝ સર્ટિફિકેટ' ન આપ્યું. જે મામલે ગુજરાત હાઇકોર્ટે બેંકને ફિટકાર લગાવી છે. કારણ કે ખેડૂતે બેંકમાં માત્ર 31 પૈસા જ આપવાના હતા.એક બાજુ વિજય માલ્યા અને મેહુલ ચોક્સી જેવા લોકો બેંકોને અબજો રૂપિયાનો ચૂનો લગાવી ફરાર થઇ જાય છે ત્યારે માત્ર 31 પૈસા માટે ખેડુને હેરાન કેમ કરવામાં આવ્યો ?

બેંક ખેડૂતના માત્ર 31 પૈસા બાકી રહેતા હોવાના કારણે 'નો ડ્યુ સર્ટિફિકેટ' આપવાનો ઇનકાર કર્યો હતો. પાક ધિરાણ ની બાકી રકમ ભરવા છતાં બેંક ખેડૂતને પ્રમાણપત્ર ના આપ્યું. તમને જણાવી દઇએ કે, ખેડૂતને જમીન ખરીદવા ના કિસ્સામાં એનઓસી ની જરૂર હતી.આ કેસમાં રાકેશ વર્મા અને મનોજ વર્માએ સંભાજી પશાભાઈ અને તેમના પરિવાર પાસેથી અમદાવાદની હદમાં આવેલા ખોરજ ગામમાં જમીનનો એક ભાગ ખરીદ્યો હતો. પાશાભાઇના પરિવાર SBI પાસેથી પાક લોન મેળવી હતી. જો કે લોન ભરપાઈ થાય તે પહેલાં પાસાભાઈ પરિવારે આ જમીન વેચી દીધી હતી.

જેના કારણે પોતાની બાકી રહેતી રકમને લઈને બેંકે જમીન પર ચાર્જ લગાવ્યો અને આ કારણથી નવા માલિકોના નામ મહેસૂલ રેકોર્ડમાં દાખલ કરી શકાયા નહીં. જ્યાર બાદ ખરીદદારો ખેડૂત રાકેશ વર્મા અને મનોજ વર્માને પ્રમાણપત્ર મેળવવા માટે લોનની બાકી રહેતી રકમ ચૂકવવાની ઓફર કરી હતી બેંક તરફથી કોર્ટ કહેવામાં આવ્યું કે, પાક લોન ની રકમ ચૂકવ્યા બાદ ખેડૂત પર 31 પૈસાનું દેવું બાકી હતું.તેના પર જસ્ટિસ ભાર્ગવ કારિયા કહ્યું કે, 'આ વધુ પડતું છે'. આ સાથે જજે કહ્યું કે આટલી સામાન્ય રકમ માટે 'નો-ડ્યુઝ સર્ટિફિકેટ' ના આપવું એ એક પ્રકારની હેરાનગતિ જ છે. જસ્ટિસ ભાર્ગવે કહ્યું કે, '31 પૈસા બાકી છે? શું તમે જાણો છો કે 50 પૈસા થી ઓછી રકમની અવગણના કરવામાં આવે છે.' નારાજગી વ્યક્ત કરતા કોર્ટના જજે બેંક પાસે જવાબ માંગ્યો છે તેમજ એફિડેવિટ રજૂ કરવા પણ જણાવ્યું હતું. આ મામલે 2જી મેના રોજ ફરીથી સુનાવણી થશે.

Next Story