Connect Gujarat
ગુજરાત

નડિયાદ: ૬ વર્ષની બાળકીને આમલીની લાલચ આપી દુષ્કર્મ આચારનાર નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા

ગુજરાતમાં દુષ્કર્મ કેસમાં વધુ એક નરાધમને સજા-એ-મોત એટલે કે ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

નડિયાદ: ૬ વર્ષની બાળકીને આમલીની લાલચ આપી દુષ્કર્મ આચારનાર નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા
X

ગુજરાતમાં દુષ્કર્મ કેસમાં વધુ એક નરાધમને સજા-એ-મોત એટલે કે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 6 વર્ષની દીકરી સાથે આચરેલા દુષ્કર્મ કેસમાં નડિયાદ કોર્ટે પોક્સો કેસના આરોપીને ફાંસીની સજાનું એલાન કર્યું છે. આરોપીએ કઠલાલના લસુન્દ્રા ગામની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટેઆરોપીને પીડિતાને 2 લાખનું વળતર ચુકવવા તેમજ સરકારને ને રૂ.7.5 લાખ વળતર પેટે ચુકવી આપવાનો પણ આદેશ કર્યો છે. પ્રેમ તિવારી,સરકારી વકીલના જણાવ્યા અનુસાર નામદાર કોર્ટે આ કામના આરોપી જયંતી ઉર્ફે લંઘાને આજે ફાંસીની સજાનો હુકમ કર્યો છે. કેસની હકીકત જણાવતા કહ્યું હતું કે આરોપીએ તારીખ 3-3-2021ના રોજ ભોગ બનનાર દીકરી જે 7 વર્ષની નાની કુમળી વયની દીકરીની પર દુષ્કર્મ કર્યું હતું. ઘટના જ્યારે દીકરીના માંતા પિતા મજૂરી કામે ગયા હતા ત્યારે ઘટી હતી.

આરોપીએ આંબલીઓ આપું એમ કહી દીકરીને લાલચ આપી ભોગ બનનાર પીડિત દીકરીને તેના ઘરના છાપરામાં લઈ ગયો હતો. ત્યાં તે નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ એટલું જઘન્ય હતું કે ભોગ બનનાર દીકરીના કપડાં લોહી લુહાણ થઈ ગયા હતા.આ કેસમાં સ્પેશિયલ જજ ડી આર ભટ્ટ સાહેબની કોર્ટમાં સ્પેશિયલ પોકસો કેસ નંબર 27/2021 ચાલી જતાં આજ રોજ નામદાર કોર્ટે IPC કલમ 363માં 5 વર્ષ જ્યારે 276 ab મુજબ ફાંસીની સજા તેમજ પોકસો એક્ટ મુજબ પણ ફાંસીનું સજાનો હુકમ કર્યો છે. વધુમાં આરોપીને નામદાર કોર્ટે કુલ એક લાખ પાંચ હજાર રૂપિયાનો દંડ કર્યો છે. અને રૂપિયા 2 લાખ ભોગ બનનારને વળતર આપવા હુકમ આદેશ પારિત કર્યો છે. સરકાર દ્વારા આવા કેસમાં ભોગ બનનારને સહાય પેટેની સ્કીમ મુજબ 7 લાખ 50 હજાર રાજ્ય સરકાર ચૂકવશે તેવો ઓર્ડર પણ આપ્યો છે.

Next Story