Connect Gujarat
ગુજરાત

નર્મદા : મહિલાઓ ઘૂમી અસલ પ્રાચીન શેરી ગરબા, આજની પેઢીને કરાય પ્રોત્સાહિત...

નર્મદા જિલ્લાના રાજપીપળાના શહેરમાં માઁ અંબાના ચોકમાં નોરતના પ્રથમ દિવસે શેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ અસલ પ્રાચીન શેરી ગરબા રમી આજની પેઢીને પ્રાચીન ગરબા રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

X

નવરાત્રી એટલે માઁ શક્તિની આરાધના કરવાનો પર્વ... નવરાત્રીમાં મહિલાઓ ગરબે ઘૂમી માઁ શક્તિની આરાધના કરે છે, ત્યારે છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે ગરબા બંધ રાખવામાં આવ્યા હતા. જોકે, ચાલુ વર્ષે કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકારે શેરી ગરબા માટેની છૂટ આપી છે. જેને લઈ નર્મદા જિલ્લાના રાજપીપળાના કાછીયાવાડ વિસ્તારમાં માઁ અંબાના ચાચર ચોકમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શેરીની મહિલાઓએ અસલ પ્રાચીન શેરી ગરબા રમી આજની પેઢીને પ્રાચીન ગરબા રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. માઁ અંબાની આરાધના માટે જે માથે ગરબી અને ઢોલના ધબકારે જાતે ગરબા ગાય એનેજ ગરબા કહેવાય છે, ત્યારે કાછીયાવાડની મહિલાઓ દ્વારા એક ગ્રુપ બનાવી પ્રાચીન ગરબા રમવામાં આવ્યા હતા. અસલ પ્રાચીન શેરી ગરબાને જોવા માટે આસપાસના લોકટોળા પણ ઉમટ્યા હતા.

Next Story