Connect Gujarat
ગુજરાત

નવસારી : પ્રગટેશ્વર ધામ આછવણીમાં સવાલાખ બિલીપત્રના અભિષેક સાથે પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ખાતે પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ

નવસારી : પ્રગટેશ્વર ધામ આછવણીમાં સવાલાખ બિલીપત્રના અભિષેક સાથે પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ
X

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ખાતે પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ સવા લાખ બિલીપત્રના મહા અભિષેક સાથે કરાયો હતો. પ્રગટ પ્રગટેશ્વર ધામના ધર્મચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યામાં શરૂ થયેલા શ્રાવણ માસના શુભારંભ અવસરે લઘુરુદ્ર યજ્ઞ પણ કરાયો હતો.

પરભુદાદાએ શિવ પરિવારના ભક્તલજનોને આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, શિવ શબ્દા જ કલ્યાજણકારી છે. ઝેર પીને સમગ્ર વિશ્વનું કલ્યાાણ કરનારા ભગવાન શિવની પૂજા કરી તેના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ માસનું અતિ મહત્વન છે. બિલીપત્રના ત્રણ પાનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવ સમાયેલા છે. બીલીપત્રના ઝાડ નીચે વિશ્વના તમામ તીર્થ સમાયેલા છે, જેથી ત્યાંશ પૂજા અર્ચન કરવાથી સમગ્ર તીર્થનું પુણ્યન મળે..

ચીખલી તાલુકાના ઘેજ ગામના મયુરભાઇ અને લીનાબેન પટેલે શ્રાવણના પ્રથમ સોમવારે સવાલાખ બીલીપત્રના અભિષેક કરવાના સંકલ્પ્ને સાકાર કરી સમગ્ર શિવ પરિવાર ઉપર ભગવાન શિવની કૃપા વરસે તેવા આશીર્વાદ પ્રાપ્તિ કર્યા હતા. યુવા કથાકાર ચિંતન જોશીએ શ્રાવણ માસનું મહત્ત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, ભગવાન શિવની આરાધના કરવાથી શિવ તમારા હૃદયમાં પ્રગટે છે. શિવની પ્રાપ્તિથ માટે તેની ઉપાસના આવશ્યમક છે જે માટે શ્રાવણ માસ અતિ મહત્વપનો છે. પ્રગટેશ્વર દાદાની કૃપાથી મને સફળતા મળી છે...

કશ્યથપ જાનીએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં બિલીપત્રનું ખૂબ જ મહત્ત્વ છે, ત્યા‍રે મયુરભાઈએ આજના દિવસે સવા લાખ બિલીપત્રનો અભિષેક કરવાનો લીધેલો સંકલ્પય પરિપૂર્ણ કરી ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યાલ છે. કથાકાર અનિલ જોશીએ શ્રાવણ માસનો મહિમા સમજાવતાં જણાવ્યુંવ હતું કે, શિવનું સ્મશરણ કરે તેને શિવલોકની પ્રાપ્તિત થાય છે. શ્રાવણ માસમાં અભિષેક કરવાથી સહષા ઘણું ફળ મળે છે, પ્રગટેશ્વર ધામ ખાતે આવનાર સૌનું કલ્યા ણ થાય છે.ભાગવત કથાકાર ભાસ્ક,ર દવેએ જણાવ્યું હતું કે, શિવ મંદિરે જવાના વિચારમાત્રથી જ પાપનો નાશ થવાની શરૂઆત થઈ જાય છે.

Next Story
Share it