વર્ષોથીRTO અને સ્કૂલ વાન ચાલકો દ્વારા આંતરિક સમજૂતી દ્વારા ગાડું ગબડતું હતું, પરંતુ નવસારીRTO દ્વારા સ્કૂલવાન ચાલકોની મીટીંગ કરી નિયમોનું ફરજિયાત પણે પાલન કરવા અંગે તાકીદકરવામાં આવી છેજો નિયમ વિરુદ્ધ સ્કૂલ વાહન દોડશે તો દંડાત્મક કાર્યવાહી થશે
વાન ચાલકો નું કહેવું છે કેનિયમોનું પાલન કરવા જઈએ તોઆર્થિકબોજો સહન કરવો પડે આ અંગે વિચારણા બેઠકનું આયોજન છાપરા ગ્રાઉન્ડ ખાતેકરા આવ્યું હતું.સાથે જ નિયમોનું પાલન કરવા જતા વાલીઓ તેમજ વાન ચાલકો ઉપર આર્થિક ભારણ વધશે તેવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
સ્કૂલ વાન ચાલક દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું તો પ્રથમ વખત વાહન ડીટેન કરવામાં આવશે જેને કોર્ટમાંથી છોડાવું પડશે જેમાં સ્કૂલ વાનની કિંમત જેટલો જ દંડ કદાચ થઈ શકે બીજી વખત વાહન પકડાયતો તેનું રજીસ્ટ્રેશન પણ રદ થઈ શકે તેવો નિયમ છે.
જોRTO ના નિયમનું પાલન ફરજિયાત થયા તો વાહન ચાલકો ઉપર વાર્ષિક40 થી45 હજારનું ટેકસ તેમજ વીમાનું ભારણ આવે ઉપરાંત એક બાળકના હાલ1500 રૂપિયા મહિનાના ચાર્જ વાલીઓ પાસે ઉઘરાવાય છે તેની સ્થાને3000થી વધુ ઉઘરાવવા પડે તેવી સ્થિતિ છે
આ મામલે શું કરી શકાય તેને લઈને છાપરા ગ્રાઉન્ડ ખાતે સ્કૂલ વાન ચાલકો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તંત્ર પાસે પોતાની યોગ્ય રજૂઆત પહોંચે તેને લઈને તેઓ વિચાર કરી રહ્યા છે.
હાલ તોનવસારીના સ્કૂલ વાનચાલકો ની મીટીંગ બોલાવીનેRTO ના નિયમ મુજબ વાહન હંકારવા માટે માહિતગાર કરવામાં આવ્યા છે જો નિયમ વિરુદ્ધ વહન ચાલશે તો દંડાત્મક કાર્યવાહી થશે અથવા તો ડીટેન કરવું પડશે.
/connect-gujarat/media/media_files/2025/07/05/nirav-modi-brother-2025-07-05-18-27-22.jpg)