Connect Gujarat
ગુજરાત

નવસારી : જ્યાં નોકરી કરી, ત્યાં જ કરી ચોરી, રૂ. 4.30 લાખના મુદ્દામાલ સાથે 2 ટેકનિશયન ઝડપાયા

જે સંસ્થામાં નોકરી કરી પગાર મેળવતા હતા, ત્યાં જ ચોરી કરતા 2 ટેકનિશયન નવસારી જિલ્લા LCB પોલીસના હાથે ઝડપાયા છે.

X

જે સંસ્થામાં નોકરી કરી પગાર મેળવતા હતા, ત્યાં જ ચોરી કરતા 2 ટેકનિશયન નવસારી જિલ્લા LCB પોલીસના હાથે ઝડપાયા છે. કિંમતી કોપરના વાયર ચોરી કરી વેચવા જતા પોલીસના હાથે ઝડપાતા 3 પોલીસ મથકોના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

કંપનીમાં નોકરી કરતા કર્મચારી જ પાછલા બારણે વધુ નફો કમાવવાની લાલચે કંપનીની જળ કાપીને પૈસા કમાતા હોય છે. આવો જ કંઈક બનાવ નવસારીમાંથી સામે આવ્યો છે. જેમાં જીઓ ટેલિકોમ કંપનીમાં કામ કરતા 3 ટેકનિશયન ટાવર ઉપર ચઢીને કોપર વાયર કાઢી નાખતા હતા, અને તેને ચીખલીમાં વેચી રૂપિયા કમાવાનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં LCB પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને જિલ્લાના 3 અલગ અલગ પોલીસ સ્ટેશનોના ગુના ઉકેલ્યા છે. જીઓ કંપનીમાં છેલ્લા દોઢ વર્ષથી કામ કરતો રમેશ લાડ અને 1 વર્ષથી કામ કરતો કલ્પેશ પટેલ ટેકનિશિયનનું કામ કરે છે. જેઓ મેઇન્ટેનન્સના કામ કરવા માટે ગણદેવી ચીખલી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જીઓ ટાવર ઉપર ચઢીને કિંમતી કોપર વાયરની ચોરી કરીને ચીખલીમાં જ વેચતા હતા. વાંઝણા સાદડવેલ, ફડવેલ, રાનકુવા, ટાંકલ, ખારેલ ખડસૂપા, દેગામ, બામણવેલ, ખૂંધ અને સમરોલી વિસ્તારમાંથી કરેલી ચોરી કબુલી હતી. આ ચોરી લાંબા સમયથી થતા પોલીસ ચોપડે ગુનાઓ વધી રહ્યા હતા. જેને પગલે LCB પોલીસે ચીખલી વિસ્તારમાંથી રૂ. 1.20 લાખથી વધુના કોપર તાર સાથે કાર મળીને રૂ. 4.30 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story