નવામંત્રી મંડળ મુદ્દે ભાજપના દિગ્ગજ નેતાઓ નારાજ ! હાઇકમાન્ડે શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ !

New Update

મળતી જાણકારી પ્રમાણે, ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં 100 ટકા નો-રિપીટની થીયરી અપનાવવામાં આવી શકે છે અને જૂના મંત્રીઓને પડતા મુકીને નવા ચહેરાઓને સરકારમાં સ્થાન મળી શકે તેમ છે. ત્યારે કેટલાક સિનિયર મંત્રીઓ નરાજ થયાં હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Advertisment

ઉલ્લેખનીય છે કે, વરિષ્ઠ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત, પ્રદિપસિંહ જાડેજા સહિતના સિનિયર નેતાઓ આ નારાજ થયા હોવાનું જાણવા મળતા જ હાઈકમાન્ડ એક્શનમાં આવ્યું છે અને તેમને મનાવવા માટે તાત્કાલિક અસરથી ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

આ નેતાઓ નારાજ થયેલા દિગ્ગજો સાથે ખાસ બેઠક કરી રહ્યા છે અને તેમને મનાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. આ સાથે જ વધુમાં વધુ યુવા ચહેરાઓને જ નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો આ તરફ દિગ્ગજોની નારાજગી દૂર કરવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને વિધાનસભાના અધ્યક્ષ પદની પણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. મોવડીમંડળ આ મામલે હાલ વિચાર કરી રહ્યું છે.

Advertisment