Connect Gujarat
ગુજરાત

ઓફલાઇન' શિક્ષણ : રાજ્યભરમાં ધો. 1થી 5ના વર્ગખંડ શરૂ, વિદ્યાર્થીઓના કિલકિલાટથી શાળાઓ ગુંજી ઉઠી...

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ ગતરોજ રાજ્યમાં ધોરણ 1થી 5ના શાળા વર્ગો (ઓફલાઇન શિક્ષણ) શરૂ કરવાની જાહેરાત કરી હતી,

ઓફલાઇન શિક્ષણ : રાજ્યભરમાં ધો. 1થી 5ના વર્ગખંડ શરૂ, વિદ્યાર્થીઓના કિલકિલાટથી શાળાઓ ગુંજી ઉઠી...
X

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ ગતરોજ રાજ્યમાં ધોરણ 1થી 5ના શાળા વર્ગો (ઓફલાઇન શિક્ષણ) શરૂ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે આજે સોમવારની વહેલી સવારથી જ રાજ્યભરની તમામ શાળાઓ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠી છે.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ કરેલી જાહેરાત બાદ આજથી રાજ્યભરની તમામ શાળાઓમાં ધોરણ 1થી 5નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું છે, ત્યારે આજે વહેલી સવારથી જ શાળાઓમાં વિદ્યાર્થીઓનો કિલકિલાટ શરૂ થઈ ગયો છે. શાળાઓ શરૂ થતાં બાળકોમાં પણ ખુશી જોવા મળી હતી. બાળકો હર્ષભેર શાળાએ આવી પોતાના મિત્રો અને શિક્ષકોને મળી ખૂબ ખુશ થયા છે. જોકે, તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને મોઢે માસ્ક અને સેનેટાઈઝ કર્યા બાદ જ વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

જોકે, શરૂ શરૂ થયાની જાહેરાત બાદ શાળા સંચાલકો દ્વારા વાલીઓને સંમતિ માટે મેસેજ તેમજ કોલ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક વાલીઓનું સંમતિ પત્રક આવ્યું ન હોવાથી વિદ્યાર્થીઓ આવી શક્યા ન હતા. તો સાથે જ કેટલીક શાળાઓએ ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરીને સંમતિ પત્રક મેળવ્યા હોવાથી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. પરંતુ આજે અને આવતી કાલે સંમતિ પત્ર ભરાવવામાં આવશે, ત્યારબાદ 2 દિવસમાં શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. ઉપરાંત જે વાલીઓ સંમતિ પત્ર નહીં આપે તેમના બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવાનું કાર્ય પણ શાળાઓ દ્વારા યથાવત રાખવામાં આવશે તેવું પણ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.

Next Story