વધુ એક યુવકનું હાર્ટ અટેકથી મોત..! પંચમહાલના રજાયતા ગામમાં યુવક લગ્નમાં ડાન્સ કરતાં કરતાં ઢળી પડયો
હૃદય રોગના હુમલાને કારણે યુવકનું મોત થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે લગ્નની આ ખુશીઓની પળ માતમમાં ફેરવાઇ ગઈ હતી.
BY Connect Gujarat18 March 2023 7:13 AM GMT

X
Connect Gujarat18 March 2023 7:13 AM GMT
પંચમહાલ જિલ્લામાં મિત્રના લગ્નમાં ડાન્સ કરતા યુવકનું મોત થયું છે. પંચમહાલ જિલ્લામાંના મોરવા હડફ તાલુકાના રજાયતા ગામમાં આ ઘટના બની છે. જ્યાં લગ્ન પ્રસંગમાં વરઘોડામાં વરરાજાને ખભા પર બેસાડીને તેમનો મિત્ર ડાન્સ કરી રહ્યો હતો. આ તકે મિત્રને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતાં જ 27 વર્ષીય યુવક નીચે જમીન પર ઢળી પડ્યો હતો. જે બાદ હોસ્પિટલ લઇ જતા રસ્તામાં જ યુવકનું મોત નિપજ્યું હતું. યુવકને ચક્કર આવવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. હૃદય રોગના હુમલાને કારણે યુવકનું મોત થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે લગ્નની આ ખુશીઓની પળ માતમમાં ફેરવાઇ ગઈ હતી.
Next Story