Connect Gujarat
ગુજરાત

યુક્રેનમાં "ઓપરેશન ગંગા" : ભારતીય યુવા વિદ્યાર્થીઓને PM નરેન્દ્ર મોદીના પ્રયાસોથી હેમખેમ સ્વદેશ લવાયા...

યુક્રેન રશિયા યુદ્ધની સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને ગુજરાતી યુવા વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રયાસોથી સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે

યુક્રેનમાં ઓપરેશન ગંગા : ભારતીય યુવા વિદ્યાર્થીઓને PM નરેન્દ્ર મોદીના પ્રયાસોથી હેમખેમ સ્વદેશ લવાયા...
X

યુક્રેન રશિયા યુદ્ધની સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને ગુજરાતી યુવા વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રયાસોથી સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.

આ ઓપરેશન અન્વયે આવેલી પહેલી ફલાઇટમાં ગુજરાતના 100 જેટલા યુવા વિદ્યાર્થીઓ મુંબઈ અને દિલ્હી આવી પહોચ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીથી વોલ્વો બસ મારફતે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. મુખ્યમંત્રીએ આ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો. તેમજ રાજ્ય સરકાર તેમની મદદ માટે તત્પર છે, તેનો સધિયારો પણ વાલીઓને આપ્યો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તેમજ અગ્ર સચિવ હૈદર, ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્ય સહિતના આગેવાનો આ વેળા ઉપસ્થિત રહ્યા હતા. આ વિદ્યાર્થીઓને અને તેમના માતા પિતાએ હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાત સુધી પહોંચાડવાની સુવિધા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો પણ આભાર વ્યકત કર્યો હતો.

Next Story