Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ઘોઘંબાના ખરોડ ગામે પ્રેમી પંખીડાનો ગળાફાંસો ખાઇ સામુહિક આપઘાત

પ્રેમી અને પ્રેમિકાએ ઝાડ પર એકસાથે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. સમાજ પોતાના સંબંધોને નહિ સ્વીકારે તેવા ડરથી

પંચમહાલ : ઘોઘંબાના ખરોડ ગામે પ્રેમી પંખીડાનો ગળાફાંસો ખાઇ સામુહિક આપઘાત
X

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખરોડ ગામના સગીર પ્રેમી અને પ્રેમિકાએ ઝાડ પર એકસાથે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. સમાજ પોતાના સંબંધોને નહિ સ્વીકારે તેવા ડરથી બંનેએ એક સાથે મરી જવાનો નિર્ણય કર્યો હતો અને વૃક્ષ પર લટકી મોતને વ્હાલુ કરી લીધું હતું.

ઘોઘંબા તાલુકાના ખરોડ ગામથી ડુંગરો તરફ જવાના રસ્તા પર વૃક્ષ સગીર અને સગીરાના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાં હતાં. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને મૃત્યુ પામેલા સગીર અને સગીરા ગામના જ હોવાની વિગતો સપાટી પર આવી હતી. ગુરૂવારે સવારે બન્ને પ્રેમીઓએ એક જ ઓઢણીથી ગળે ફાંસો ખાઇ લીધો હતો. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં. સમાજ તેમના સંબંધને નહીં સ્વીકારે એવા ડરથી બન્નેએ સાથે જીવી ના શકાય તો કઈ નહીં, પણ સાથે મરી જવાનું પસંદ કર્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંનેની એકસાથે અંતિમયાત્રા નીકળતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Next Story
Share it