Connect Gujarat
ગુજરાત

રાજ્યના મુખ્યસચિવ તરીકે પંકજ કુમારે વિધિવત ચાર્જ સંભાળ્યો

રાજ્યના મુખ્યસચિવ અનીલ મુકીમનો કાર્યકાળ આજે પૂર્ણ થઇ રહ્યો છે. આજે તેમનો કાર્યકાળ પૂર્ણ થતા નવા મુખ્યસચિવે કાર્યકાળ સંભાળ્યો છે

રાજ્યના  મુખ્યસચિવ તરીકે પંકજ કુમારે વિધિવત ચાર્જ સંભાળ્યો
X

રાજ્યના મુખ્યસચિવ અનીલ મુકીમનો કાર્યકાળ આજે પૂર્ણ થઇ રહ્યો છે. આજે તેમનો કાર્યકાળ પૂર્ણ થતા નવા મુખ્યસચિવે કાર્યકાળ સંભાળ્યો છે. મુખ્યસચિવ કાર્યાલયમાં રાજ્યના નવા મુખ્યસચિવ પંકજ કુમારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. રાજ્યના મુખ્યસચિવનો ચાર્જ સાંભળ્યા બાદ પંકજકુમારે કહ્યું કે ગુજરાતમાં વિકાસ તેજ ગતિથી ચાલે છે, ગુડ ગર્વનરને આગળ વધારવા ટીમ ભાવનાથી સહકાર સાથે કરવામાં આવશે. કોરોના સામે કામગીરી કરવાની છે. વરસાદ ખેંચાશે તો પ્રશ્ન કે જે પણ અપદા હશે એને સંપૂર્ણ રીતે નિવારવા પ્રયત્ન કરીશું. રાજ્યના નવા મુખ્યસચિવ સામે કેવા પડકારો રહેશે તેની વાત કરીએ હાલ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને લઈને તૈયારીઓ ચાલી રહી છે. જો રાજ્યમાં પુરતો વરસાદ ન પડે તો પાણીન અછત સામે પગલાઓ લેવા પડશે. આ ઉપરાંત 2022ની વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે.ઔધોગિક રીતે ગુજરાતને આગળ વધારવા જરૂરી પગલાઓ લેવા પડશે તેમજ વાયબ્રન્ટ સમીટને સફળતાપૂર્વક પાર પાડવી પડશે,આ સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેકટને સમયસર પુરા કરવાની દિશામાં પણ કામ કરવાનું રહેશે. મુખ્ય સચિવ પદે નિયુક્ત થયેલા પંકજ કુમારનો કાર્યકાળ માત્ર 9 માસ માટે હશે. પરંતુ આગામી ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે પંકજ કુમારને વિધાનસભાની ચૂંટણી પૂરી ના થાય અને નવી સરકાર સત્તામાં ન આવે ત્યાં સુધી એક્સ્ટેન્શન આપવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

Next Story