પ્રાંતિજ : ગૌણ સેવા પેપર લીક કાંડમાં ઝડપાયેલ 3 આરોપીઓના જામીન ના'મંજૂર...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઉંછા ગામેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીક મામલે વધુ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.

New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઉંછા ગામેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીક મામલે વધુ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ પૈકી પોલીસે 3 આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા હતા, ત્યારે કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓની જામીન અરજી ના મંજૂર કરવામાં આવી હતી.

Advertisment

સમગ્ર રાજ્યમાં ગૌણ સેવા પેપર લીક કાંડની લોકોમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે આ કૌભાંડમાં ઝડપાયેલા વધુ 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓના વકીલ દ્વારા પ્રાંતિજ કોર્ટ સમક્ષ જામીન માટે તા. 22-12-21ના રોજ જામીન અરજી કરવામાં આવી હતી. જે પ્રાંતિજ કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી થતા ત્રણેય આરોપીઓની જામીન અરજી ના મંજૂર કરવામાં આવી હતી. આ કાંડમાં ઝડપાયેલ કેયુર પટેલને પ્રાંતિજ જેલ અને કુપાલી તથા હિમાનીને અમદાવાદ જેલ ખાતે મોકલવામાં આવ્યા હતા.

Advertisment