Connect Gujarat
ગુજરાત

વર્લ્ડ ઇનબૉક્સ-નોલેજ શેરિંગ સહિત 48 કોચિંગ ક્લાસ પર પડી રેડ.

ભાવનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરત અને નવસારી કોચિંગ ક્લાસ પર દરોડા પાડવામાં આવ્યા છે.

વર્લ્ડ ઇનબૉક્સ-નોલેજ શેરિંગ સહિત 48 કોચિંગ ક્લાસ પર પડી રેડ.
X

રાજ્યમાં એક સાથે 48 કોચિંગ ક્લાસ પર GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ભાવનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરત અને નવસારી કોચિંગ ક્લાસ પર દરોડા પાડવામાં આવ્યા છે. સૌથી વધુ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાના ક્લાસ પર સર્ચ કરવામાં આવ્યું છે. આ સર્ચ GST વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ક્લાસ લાખ રૂપિયા ફી વસૂલી ચોપડે હિસાબ ન રાખતા હોવાની શંકાને આધારે દરોડા પાડવામાં આવ્યા છે.

GSTમાં ઓછો ટેક્સ ભર્યો હોવાથી ક્લાસિસ ગત ઘણા સમયથી રડારમાં હતાં. વર્લ્ડ ઇનબોક્સ અને નોલેજ શેરિંગ 12 ક્લાસિસમાં દરોડા પાડવામાં આવ્યા છે વર્લ્ડ ઈનબોક્સ અને નોલેજ શેરિંગ પ્રા.લિ.ના ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ગોધરા, આણંદ, હિંમતનગર, સુરેન્દ્રનગર અને રાજકોટના 12 જેટલા ક્લાસિસમાં દરોડા પાડવામાં આવ્યાં. જ્યારે વર્લ્ડ ઈનબોક્સ એડયુ પેપર પ્રા.લિ.ના ભાવનગર શહેરના બે, વર્લ્ડ ઈનબોક્સ એકેડેમી અમદાવાદ, રાજકોટ, ભાવનગર, હિંમતનગરના 4 સ્થળોને GST વિભાગ દ્વારા સકંજામાં લેવામાં આવ્યા.

જ્યારે સ્વામી વિવેકાનંદ એકેડમી ગાંધીનગર તથા ભાવનગરમાં પાંચ સ્થળ, ગાંધીનગર વિવેકાનંદ એકેડમીના ત્રણ તથા કિશોર ઇન્સ્ટિટ્યૂટના ચાર સ્થળે તપાસ હાથ ધરવામાં આવી.સુરત-નવસારી યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ના પાંચ, સુરતના પાનવાલા ક્લાસિસના એક અને જરીવાલા ક્લાસિસના ત્રણ સ્થળો મળીને કુલ 9 સ્થળો પર GST વિભાગના અધિકારીઓની ટીમે તપાસ હાથ ધરી. જ્યારે વેબ સંકુલ પ્રા.લિ.ના ગાંધીનગર, અમદાવાદ, જામનગર, ભાવનગરના 6 સ્થળ તો ગાંધીનગર વેબ સંકુલ કોમ્પ્યુટર ક્લાસ અને જીપીએસસી ઓનલાઇન તથા જૂનાગઢના કોમ્પિટિટીવ કેરિયર પોઈન્ટ મળીને કુલ 13 જેટલા કોચિંગ ક્લાસિસ ના સંચાલકોના 48 સ્થળોએ GST વિભાગે તવાઇ બોલાવી દીધી.

Next Story