રાજયમાં સાંબેલાધાર વરસાદ: મોટાભાગના તમામ ડેમ છલકાયા

New Update

ગુજરાતમાં લાંબા વિરામબાદ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી જેને કારણે રાજ્યના બધા ડેમોમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. નર્મદા ડેમની વાત કરીએ તો ડેમની સપાટીમાં એક દિવસમાં 24 સેન્ટીમીટરનો વધારો થયો છે. જેના કારણે હાલ ડેમની સપાટી 119.41 મીટર પહોચી ગયા છે. પરિણામે પાવર હાઉસના બધા યુનિટ બંધ કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે નર્મદા ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે. બીજી તરફ ભાવનગરમાં આવેલ શેંત્રુંજી ડેમ પણ પાણીથી છલોછલ થઈ જતા ડેમનું પાણી પછી કેનાલમાં છોડવામાં આવ્યું હતું. કેનાલમાં હાલ 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આપને જાણીને નવાઈ લાગશે કે 200 ક્યુસેક પાણી છોડ્યા પછી પણ ડેમમાં હાલ 200 ક્યુસેક પાણીનો જથ્થો છે. ભારે વરસાદને કારણે કાલે શેંત્રુંજી ડેમના 59 દરવાજાઓ પણ ખોલવામાં આવ્યા હતા.

સુરતમાં આવેલ ઉકાઈ ડેમનો પાણીનો જ્થ્થો પણ વધી ગયો જેના કારણે ડેમની જળસપાટી 338 ફૂંટ નજીક પહોચી ગઈ. ડેમમાં 1.43 લાખ ક્યુસેક નવા નીરની આવક થઈ જેથી હથનુર ડેમના 30 દરવાજા ખોલી ત્યા 80 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમના ઉપરવાસમાં સારો એવો વરસાદ નોંધાયો છે. જેમા કારણે 2 દિવસમાં ડેમની સપાટીમાં 4 ફૂંટ જેટલો વધારો થયો થયો છે. પરિણામે ખેડૂતોના સીંચાઈના પાણીની સમસ્યા પણ હવે સમાધાન આવશે. જેથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.