Connect Gujarat
ગુજરાત

અમરેલીમાં રેડ એલર્ટ, વરસાદની આગાહીને પગલે NDRFની એક ટીમ તૈનાત કરાઈ

અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી ને પગલે ગાંધીનગરથી NDRFની એક ટીમ ગત રાત્રે અમરેલી ખાતે આવી પહોંચી હતી

અમરેલીમાં રેડ એલર્ટ, વરસાદની આગાહીને પગલે NDRFની એક ટીમ તૈનાત કરાઈ
X

અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી ને પગલે ગાંધીનગરથી NDRFની એક ટીમ ગત રાત્રે અમરેલી ખાતે આવી પહોંચી હતી ને અમરેલી જિલ્લામાં કોઈપણ જગ્યાએ ભારે વરસાદ પુર હોનારત જેવી કોઈપણ વીપદાઓ આવે તો NDRF ની ટીમ સાધન સામગ્રી સાથે રેસ્ક્યુ ઓપરેશન કરીને માનવ જિંદગી બચાવવામાં સફળ સાબિત થાય તે માટે સરકાર દ્વારા NDRFની એક ટીમ અમરેલી જિલ્લામાં મોકલી દીધી છે.

હાલ હવામાન વિભાગ દ્વારા અમરેલી જિલ્લાને રેડ એલર્ટને આપવાના પગલે ગત રાત્રે જ ગાંધીનગર ખાતેથી NDRF ની એક ટીમ અમરેલી ખાતે પહોંચી ગઈ છે અમરેલી જિલ્લામાં કોઈપણ જગ્યાએ વધારે પડતો વરસાદ પુર કે કોઈ જળ હોનારત થાય તો માનવ જીન્દગીઓ બચાવવાના સરકાર ના અભિગમને સાર્થક કરવા ગાંધીનગરની NDRFની ટીમ અમરેલીના આંગણે પહોંચી ગઈ છે ત્યારે પુરી સાધન સામગ્રી સાથે NDRF કોઈપણ પ્રકારની વિપદા આવે તો તેની સામે અમરેલી જિલ્લામાં NDRFની ટીમ હશે તો પહોંચી વળવાની ક્ષમતા માટે અમરેલીમા હાલ NDRFની એક ટીમ ખડેપગે ગોઠવાઈ ગઈ છે અને ટીમના લીડર દ્વારા ગ્રામીણ વિસ્તારો હોય કે શહેરી વિસ્તારો પણ NDRF દરેક રેસ્ક્યુ ઓપરેશન કરી શકશે.

Next Story