Connect Gujarat
દુનિયા

રશિયા યુક્રેન યુદ્ધ : બાલ્ટિક દરિયાથી બ્લેક સાગરસુધી NATO 8 જંગી જહાજ તૈનાત

યૂક્રેન પર રશિયાના હુમલાની શરૂઆતના 1 મહિના બાદ આજે ગુરૂવારે નાટો નેતાઓએ બ્રુસેલ્સમાં મુલાકાત કરી છે.

રશિયા યુક્રેન યુદ્ધ : બાલ્ટિક દરિયાથી બ્લેક સાગરસુધી NATO 8 જંગી જહાજ તૈનાત
X

યૂક્રેન પર રશિયાના હુમલાની શરૂઆતના 1 મહિના બાદ આજે ગુરૂવારે નાટો નેતાઓએ બ્રુસેલ્સમાં મુલાકાત કરી છે. ત્યાં તેમણે કહ્યું કે, અમે યુક્રેનનું રશિયા હુમલાથી લડવા અને આત્મરક્ષા અધિકારીને બનાવી રાખવા માટે સુરક્ષા સહાયતાની સાથે સમર્થન કરવાનું યથાવત રાખીશું.

NATO નું કહેવું છે કે, બાલ્ટિક સમુદ્ર થી બ્લેક સાગર સુધી નાટોના કુલ 8 જંગી મોટા જહાજ તૈનાત કરાયા હોવાની પણ તૈયારી છે. નાટોની આ ઈમરજન્સી બેઠક પર સમગ્ર દુનિયાની નજર હતી, કારણ કે યુક્રેનમાં રશિયા વિરુદ્ધ નાટોના કાઉન્ટર પ્લાન પર ઈમરજન્સી મીટિંગ પર મહોર લગાવવાની તી.મિટિંગમાં અમેરિકન રાષ્ટ્રપતિ સહિત દુનિયાના 30 દેશોને મંથન કર્યું છે. મીટિંગ થી જે મોટી વાત સામે આવી, તેનાથી સ્પષ્ટ થાય છે કે પુતિન પોતાના પરમાણુ જાળમાં બરાબર ફસાઈ ચૂક્યા છે. જોકે, જાણકારોનું કહેવું છે કે, આ મીટિંગમાં યુક્રેનમાં કોઇ પણ ફાયદાની વાત નથી થઇ. મીટિંગમાં સીધી રીતે નાટોએ પોતાના બચાવ માટે તમામ યોજનાઓ પર વાત કરી છે.

પુતિન પર NATO 30 દેશ, જી-7ના 7 દેશ અને યુરોપિયન યુનિયનના 27 દેશ મળીને દબાણ બનાવવા માંગે છે. નાટોનો ઉદ્દેશ્ય છે રશિયાની સૈન્ય ઘેરાબંધી કરી જેનાથી આ દેશો પર હુમલાની સ્થિતિમાં નાટો હુમલો કરી શકે. જી-7 દેશોનો ઉદ્દેશ્ય છે રશિયા પર આર્થિક પ્રતિબંધોને વધુ વધારતા દબાણ બનાવવું અને યુરોપિયન યુનિયન મામલે રશિયા પર કૂટનીતિક હુમલો કરવા માગે છે.નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલેનબર્ગે કહ્યું કે મને આશા છે કે વિશ્વમાં આ વાત પર સહમતિ બનશે કે નાટોના પૂર્વી બોર્ડર પર થલ, જલ અને વાયુમાં પોતાની સેના ની સંખ્યા વધારીને મજબૂત બતાવવી પડશે. પહેલા તબક્કામાં નાટોના ચાર બેટલ ગ્રુપ બુલ્ગારિયા, રોમાનિયા, હંગરી, સ્લોવાકિયામાં મોકલવામાં આવશે.

Next Story