Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ઈડરમા ગરમીનો પારો માપવાનુ મશીન છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં, જાણો શું છે સ્થિતિ ..?

અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે સ્થિત ઇડરમા ઉનાળાની ઋતુમા સૂર્યદેવ જ્યારે પોતાનો પ્રકોપ બતાવતા હોય છે

સાબરકાંઠા : ઈડરમા ગરમીનો પારો માપવાનુ મશીન છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં, જાણો શું છે સ્થિતિ ..?
X

અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે સ્થિત ઇડરમા ઉનાળાની ઋતુમા સૂર્યદેવ જ્યારે પોતાનો પ્રકોપ બતાવતા હોય છે. ત્યારે ગરમીનો પારો આખા ગુજરાતભરમા ઉંચો રહે છે પરંતુ ઈડર શહેરમા ઉનાળાની ઋતુમા ગરમી ૪૫ ડિગ્રી ઉપર તાપમાન પહોંચી જાય છે ત્યારે ઈડર શહેરમા ઉનાળાની ગરમી માપવા માટેનુ મશીન હવામાન વિભાગ દ્વારા મુકવામા આવેલુ છે જેમા દિવસ દરમિયાન પડેલી ગરમી માપી શકાય છે જેના કારણે ગુજરાતભરના લોકોને ગરમી વિશે પુરતી માહિતી મળી રહે છે પરંતુ આ ગરમી માપવાનુ મશીન જાળવણીના અભાવે છેલ્લા બે વર્ષથી બંધ હાલતમા જોવા મળી રહ્યુ છે .

જેના કારણે ગરમીનો સાચો આંકડો મળી શકતો ન હોવાના કારણે હાલ ગરમી કેટલી પડી રહી છે તે જાણી શકાતુ નથી આ ગરમી માપવાનુ મશીન જે એક લાકડાની પેટીમા બનાવેલુ છે.હવામાન વિભાગ દ્વારા અહીં માપણી માટે કર્મી પણ મુકેલ છે જેઓ આ લાકડાની પેટીમા આવેલા મશીનથી ગરમીની માપણી તેમજ દેખરેખ રાખે છે પરંતુ તેમણે જણાવ્યુ હતુ કે હાલ આ મશીન છેલ્લા બે વર્ષથી બંધ હાલતમા છે જેની જાણ હવામાન વિભાગ(અમદાવાદ)ના અધિકારીઓને કરવામા આવી તેમ છતાં છેલ્લા બે વર્ષ થી નવીન પેટી મુકવામા ન આવતા ગરમીનો પારો કેટલો છે

જાણી શકાતુ નથી તેઓએ વધુમા જણાવ્યુ હતુ કે ગરમી માપવાના મશીનના આસપાસ ગંદકી રહેતી હોવાથી જેના લીધે ઉંદરો આવતાં હોય છે જેને લઈ આ પેટીને નુકસાન કરતા હોય છે આ અંગે તંત્રને જાણ કરવા છતા સફાઈ કરવામા ન આવતા આ ગરમી માપવાના મશીનને નુકશાન થવા પામ્યુ છે હવે જોવાનુ એ રહ્યુ કે ગરમી માપવાનુ નવુ મશીન આ ઉનાળાની ઋતુમા લાગશે કે પછી આજ રીતે બંધ હાલતમા જ જોવા મળશે એ આવનારો સમય જ બતાવશે ?.

Next Story