Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: સાબર ડેરીમાં રૂ.600 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ચીઝ પ્લાન્ટનું PM મોદીના હસ્તે આવતીકાલે ખાતમુહૂર્ત

આવતીકાલે PM મોદી સાબરકાંઠાની મુલાકાતે હોવાથી સાબર ડેરી, ગઢોડા અને આસપાસની ૩ કિમીની ત્રિજ્યામાં સમગ્ર વિસ્તારમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

સાબરકાંઠા: સાબર ડેરીમાં રૂ.600 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ચીઝ પ્લાન્ટનું PM મોદીના હસ્તે આવતીકાલે ખાતમુહૂર્ત
X

પીએમ મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે તેઓ 305 કરોડના ખર્ચે બનેલા પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ સાથે PM મોદી 125 કરોડના ખર્ચે બનેલા પેકેજીંગ યુનિટ નું પણ લોકાર્પણ કરશે.600 કરોડના ખર્ચે બનનારા ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. એ સિવાય PM મોદી જંગી જનસભાને પણ સંબોધન કરશે..

આવતીકાલે PM મોદી સાબરકાંઠાની મુલાકાતે હોવાથી સાબર ડેરી, ગઢોડા અને આસપાસની ૩ કિમીની ત્રિજ્યામાં સમગ્ર વિસ્તારમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જમીન થી આકાશ તરફ તુક્કલ, ફુગ્ગા, પતંગ, વાવટા ડ્રોન અને સિન્થેટિક પ્લાસ્ટિક તેમજ કપડાં હાથમાં ફરકાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જિલ્લા કલેક્ટરે સલામતી અને સુરક્ષા માટે ત્રણ દિવસ માટેનું આ જાહેરનામું બહાર પાડ્યું છે.

આ જાહેરનામું 26 જુલાઈથી 28 જુલાઈ સુધી અમલમાં રહેશે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો ની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરી માં દૂધની અલગ-અલગ બનાવટો માટે 13 જેટલા પ્લાન્ટ કાર્યરત છે. ત્યારે એવામાં બીજી તરફ સાબર ડેરી દ્વારા નવીન બે પ્લાન્ટનું PM મોદીના હસ્તે લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત થવાનું હતું.હાલના સમયમાં સાબરડેરી સાબરકાંઠા ખેડૂતોની જીવાદોરી છે. છેલ્લા 58 વર્ષમાં સાબર ડેરી વિકાસની હરણફાળ ભરીને નવા આયામો સર કર્યા છે. સાબર ડેરીના કારણે પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે.

Next Story