Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પોલીસની ઠંડી ઉડાડતા તસ્કરો, વ્હોરવાડમાં બે દુકાનમાં ચોરી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના વ્હોરવાડમાં આવેલ બે દુકાનોના તાળા તોડી તસ્કરો 22 હજાર રૂપિયાના માલસામાનની ચોરી કરી ફરાર થઇ ગયાં છે

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના વ્હોરવાડમાં આવેલ બે દુકાનોના તાળા તોડી તસ્કરો 22 હજાર રૂપિયાના માલસામાનની ચોરી કરી ફરાર થઇ ગયાં છે.

શિયાળાની શરૂઆત થતાંની સાથે તસ્કરો પણ સક્રિય બની ગયાં છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગઇ રાત્રીએ વ્હોરવાડમાં આવેલી બે દુકાનોના તાળા તુટતાં વેપારીઓમાં ભય ફેલાયો છે. સફી કિરાણા તથા સ્ટાર ઇલેક્ટ્રોનિક રીપેરીંગની દુકાનમાંથી આશરે 22 હજાર રૂપિયાની માલસામાન તથા રોકડ રકમની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયાં છે. સવારે દુકાને આવેલાં વેપારીઓએ તાળા તુટેલી હાલતમાં જોતાં પોલીસને જાણ કરી હતી. બનાવ સંદર્ભમાં પ્રાંતિજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ શિયાળાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી વેપારીઓએ માંગ કરી છે.

Next Story